બેંગલુરુઃ કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા સરકાર રાજ્યમાં સરકારી અને પ્રાઇવેટ નોકરીઓમાં સ્થાનિક લોકોને 75 ટકા અનામત આપવાની વ્યવસ્થા કરવા જઇ રહી છે. આ માટે રાજ્ય સરકાર એક ડ્રાફ્ટ તૈયાર કરવા જઇ રહી છે. જેમાં સરકારી નોકરીઓ સિવાય પ્રાઇવેટ સેક્ટર અને પ્રાઇવેટ ક્ષેત્રમાં કર્ણાટકના લોકોને 75 ટકા અનામત આપવાની વ્યવસ્થા હોય. ગયા વર્ષે જૂલાઇમાં આંધ્રપ્રદેશ સરકારે આ પ્રકારનું બિલ લાવી ચૂકી છે. આ અનામત ફેક્ટરીઓ, દુકાનો, કોમર્શિયલ સંસ્થાઓ, એમએસએમઇ અને સંયુક્ત સાહસોમાં સ્થાનિક ઉમેદવારોને રોજગાર આપશે.


કર્ણાટકના શ્રમમંત્રી એસ સુરેશ કુમારે કહ્યું કે, અમે આ માધ્યમથી કોઇ સાથે ભેદભાવ કરવા માંગતા નથી. પરંતુ અમે સ્થાનિક લોકોના હિતને ધ્યાનમાં રાખી રહ્યા છીએ. સ્થાનિક કન્નડ લોકોને લાગે છે કે તેમની સાથે ભેદભાવ થઇ રહ્યો છે. તેમને રાજ્યમાં  નોકરીઓ મળી રહી નથી. અન્ય લોકો આવી રહ્યા છે અને તેમના અવસરો ઓછા થઇ રહ્યા છે. આ અમારા માટે એક ગંભીર વાત છે. એટલા માટે અમે તમામ  સેક્ટર સાથે વાત કરી રહ્યા છીએ આ માટે કાયદાકીય સલાહ પણ લઇ રહ્યા છીએ. અમે જલદી તેને પુરુ કરીશું.

તેમણે કહ્યુ છે જે 15 વર્ષથી કર્ણાટકમાં રહે છે જે કન્નડ ભાષા લખી શકે છે, વાંચી શકે છે જેને સ્થાનિક કન્નડ માનવામાં આવશે. આ ક્રાઇટએરિયા પુરતો રહેશે. જે અહી નોકરી ઇચ્છે છે તેને કન્નડને જાણવી પડશે. આ પ્રકારના કાયદાથી કાર્યસ્થળો પર ભાષા અવરોધના કારણે થનારી દુર્ઘટનાઓને રોકી શકાશે. અમે તમામ લોકો સાથે વાતો કરી રહ્યા છે કારણ કે અમે આ બિલને તમામ લોકોની સહમતિ સાથે લાગુ કરવા માંગીએ છીએ.