SBI Clerk Main 2021: ભારતીય સ્ટેટ બેંકે ક્લાર્કની ભરતની મેઇન એક્ઝામ 2021ને આગામી આદેશ સુધી સ્થગિત કરી દીધી છે. આ પરીક્ષા પહેલા 31 જુલાઈએ યોજાવાની હતી. બેંકે નવી તારીખની જાહેરાત કરી નથી. જે ઉમેદવાર મેઇન એક્ઝામ આપવાના હતા તેઓ બેંકની સત્તાવાર વેબસાઇટ sbi.co.in  પર મુલાકાત લઈને સૂચના જોઈ શકે છે.


પ્રિલિમ્સનું ક્યારે પરિણામ જાહેર થશે?


એસબીઆઈ કલાર્ક (જૂનિયર એસોસિએટ) પ્રિલિમ્સ પરીક્ષા 10 જુલાઈથી 13 જુલાઈ સુધી દેશના વિવિધ શહેરોમાં આયોજિત કરવામાં આવી હતી. પ્રિલિમ્સ પરીક્ષાનું પરિણામ બાકી રહેલા શહેરો- શિલોંગ, અગરતલા, મહારાષ્ટ્ર, નાસિકમાં પ્રિલિમ્સ પરીક્ષા યોજાયા બાદ જાહેર થશે. મેઈન એક્ઝામમાં સામેલ થનારા ઉમેદવારોએ પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરવી જરૂરી છે.


Clerk Main માં કેટલા પ્રશ્નો પૂછાશે


એસબીઆઈ ક્લાર્ક મુખ્ય પરીક્ષામાં 190 પ્રશ્નો પૂછાશે. ઉમેદવારોએ 2 કલાક 40 મિનિટની અંદર તમામ સવાલાના જવાબ આપવા પડશે. આ સવાલો સામાન્ય, નાણાકીય સાક્ષરતા, સામાન્ય અંગ્રેજી અને કમ્પ્યુટરની યોગ્યતા સંબંધિત હોઈ શકે છે. ઉમેદવારોએ એકઝામની નવી તારીખ માટે સત્તાવાર વેબસાઇટ પર નજર રાખતા રહેવું.


એસબીઆઈ ક્લાર્ક પરીક્ષા માટે અરજી પ્રક્રિયા 27 એપ્રિલથી શરૂ થઈ હતી. આ ભરતી અભિયાનના માધ્યમથી 5000થી વધારે જૂનિયર એસોસિએટ્સની ભરતી કરાશે. મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવનારા ઉમેદવારોએ ત્રણેય તબક્કા પાસ કરવા પડશે. જે બાદ પસંદગી પામેલા ઉમેદવારોને બેંકની વિવિધ શાખામાં તૈનાત કરાશે. 


ભારતમાં કોરોનાની સ્થિતિ


ભારતમાં કોરોના મહામારીનું સંકટ યથાવત છે. ફરી એક વખત 40 હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 41,383 નવા કેસ આવ્યા છે અને 507 સંક્રમિતાએ જીવ ગુમાવ્યો છે. આ પહેલા  બુધવારે 42,015 નવા મામાલા આવ્યા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 38,652 લોકોએ કોરોનામાંથી સાજા થયા છે. એક્ટિવ કેસમાં 2,224નો વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ 21 જુલાઈ સુધી દેશભપમાં 41 કરોડ 78 લાખ કોરોના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 22 લાખ 77 હજાર ડોઝ અપાયા હતચા. આઈસીએમઆર મુજબ અત્યાર સુધીમાં 45 કરોડ 9 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 17.18 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે.


Education Loan Information:

Calculate Education Loan EMI