સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું, “થોડા સમયમાં જ ભારતે રસી નિર્માણમાં સારું કામ કર્યું છે. આવનારા થોડા જ દિવસમાં, નજીકના ભવિષ્યમાં, અમે આપણા દેશવાસીઓને આ રસી આપવામાં સક્ષણ હોઈશું. આ સૌથી પહેલા હેલ્થ વર્કર્સને આપવામાં આવશે અને બાદમાં બાકીના ફ્રન્ટ લાઈન વર્કર્સને. ડ્રાય રન દરમિયાન લાખો સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી આપવા માટે પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે, આ પ્રક્રિયા આગળ પણ ચાલુ રહેશે.”
જણાવીએ કે, સ્વાસ્થ્ય મંત્રી આજે ચેન્નઈમાં રસીના ડ્રાય રનનું નીરિક્ષણ કરવા આવ્યા હતા. તેમણે કેટલાક કેન્દ્રોની મુલાકાત લીધી હતી. દેશમાં આજે 33 રાજ્યોના 736 જિલ્લામાં રસી ડ્રાય રનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે.
એક બાજુ જ્યાં સ્વાસ્થ્ય મંત્રીએ વિશ્વાસ અપાવ્યો છે તો બીજી બાજુ સીરમ ઇન્સ્ટિટ્યૂટે પણ પૂરી રીતે કમર કસી લીધી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટના કાર્યકારી ડાયરેક્ટર સુરેશ જાધવે કહ્યું કે, “મંગળવારે રાતે પુણે એરપોર્ટને મોટી સંખ્યામાં કોવિડ રસીની સપ્લાઈ માટે તૈયાર કરી લેવામાં આવ્યું છે, આ એક રીતે વિશ્વમાં સૌથી મોટી પ્રક્રિયા છે. જોકે સીરમ ઇન્સ્ટિટ્યૂટ કેન્દ્ર સરકાર તરફથી સત્તાવાર ઓર્ડરની રાહ જોઈ રહ્યું છે. અમારી પાસે પાંચ કરોડ ડોઝ તૈયાર છે અને જેવો જ ઓર્ડર મળશે, અમે ડિલીવરી કરી દઈશું.”