બોલિવૂડ:એક્ટ્રેસ કંગના રાણાવતે વીડિયો શેર કરવાની સાથે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે,  વચાર વ્યક્ત કરવાએ કોઇ ગુનો નથી.


 કંગના રાણાવતે ઠાલવ્યો ગુસ્સો

વાયરલ વીડિયોમાં એક્ટ્રેસ કંગનાએ જણાવ્યું કે, તેમના પર એક નહીં અનેક કેસ કરવામાં આવ્યાં છે. તેમની બહેન રંગોલી પર પણ નિશાન સાધવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, “જ્યારથી મેં દેશના હિતમાં વાત કરવાનું શરૂ કર્યું. સતત મારો વિરોધ થઇ રહ્યો છે અને મારૂં સતત શોષણ થઇ રહયું છે”

ગેરકાયદેસર રીતે મારૂ ઘર પણ તોડી નાખવામાં આવ્યું. આટલું જ નહીં હસવા પર પણ મારા પર કેસ થયો. તો પોલીસ સ્ટેશનમાં હાજરી આપવા મુદ્દે પણ કંગનાએ રોષ ઠાલવ્યો હતો.

દેશની અદાલત સામે કંગનાનો સવાલ

વીડિયોમાં કંગનાએ દેશની અદાલત સામે ગંભીર સવાલ ઉઠાવ્યાં છે. તેમણે જણાવ્યું કે, “આ એવો દેશ છે જ્યાં વિચારને વ્યક્ત કરવાની આઝાદી નથી મળતી. આ મામલા તેમણે જણાવ્યું કે, દેશની કોર્ટને પૂછવા માંગું છું કે, શું આ મધ્યયુગ છે. જ્યાં મહિલાઓને સળગાવી દેવામાં આવે છે અને મહિલા કંઇ બોલી શકતી નથી. આ પ્રકારના અત્યાચાર આખી દુનિયા સામે થઇ રહ્યાં છે” વીડિયોમાં અંતે કંગનાએ જણાવ્યું કે, રાષ્ટ્રહિત મુદ્દે અવાજ ઉઠાવનારને અપીલ છે કે, આવા લોકોનું સંગઠન બને અને અત્યાચારનો વિરોધ કરે. અને અન્યાય અત્યાચાર સામે સ્ટેન્ડ લે.

શું છે સમગ્ર મામલો

આ સમગ્ર ઘટના કાસ્ટિંગ ડાયરેક્ટર સાહિલ સર્ઇદની એક ફરિયાદ સાથે જોડાયેલ છે. આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, કંગના બોલિવૂડની અંદર નફરતનો માહોલ બનાવી રહી છે. તેમના ટ્વિટ અને વીડિયોએ લોકોની અંદર અંતર સર્જ્યું છે. આ ફરિયાદ બાદ શુક્રવારે કંગનાને બાંદ્રા પોલીસ સ્ટેશનમાં પણ હાજર થવું પડ્યું હતું.