નવી દિલ્લી: ભારતીય સ્ટેટ બેંકે શુક્રવારે પોતાની ડિજીટલ યોજના એસબીઆઈ મિંગલની શરૂઆત કરી છે. બેંકના ગ્રાહકો આ માધ્યમથી અલગ-અલગ બેંકિંગ સર્વિસિઝનો ઉપયોગ ફેસબુક અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી કરી શકે છે.
એસબીઆઈના ચેરમેન અરૂંધતિ ભટ્ટાચાર્યએ 61માં સ્ટેટ બેંક દિવસ નિમિત્તે આ સુવિધાની શરૂઆત કરી હતી.
તેમણે જણાવ્યું કે બેંક આ પ્લેટફોર્મ દ્વારા એસએમએસ એલર્ટ, મોબાઈલ બેકિંગ અને ઈંટરનેટ બેંકિંગ માટે રજિસ્ટ્રેશન તેમજ ચેકબુક માટે રિક્વેસ્ટ જેવી બીજી સર્વિસીઝ પર શરૂ કરાવાની યોજના બનાવી રહ્યા છે.