નવી દિલ્હીઃ કોરોનાના ઇલાજમાં લાગેલા ડૉક્ટરોને સારી સુવિધા આપવા માટેની માંગ કરનારી એક અરજી પર સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરી. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એફિડેવિટ દાખલ કરીને કહ્યું કે, કોરોનાના ઇલાજમાં લાગેલા ડૉક્ટરોની ક્વૉરન્ટાઇન અવધિને હવે ઓન ડ્યૂટી માનવામાં આવશે રજા પર નહીં. કેન્દ્રએ કોર્ટને જણાવ્યુ કે, 6 ઓગસ્ટે તમામ રાજ્યોને નિર્દેશ કરી દેવામાં આવ્યો છે.
અરજીકર્તાએ ગઇ સુનાવણીમાં સુ્પ્રીમ કોર્ટને જણાવ્યુ હતુ કે કેટલીય જગ્યાએ ડૉક્ટરો -સ્વાસ્થ્યકર્મીઓની ક્વૉરન્ટાઇન અવધીને રાજા તરીકે ગણવામાં આવી રહી છે. કોર્ટે કહ્યું આને ખોટુ ગણાવતા સરકાર પાસે જવાબ માંગ્યો હતો. યુનાઇટેડ રેસિડેન્ટ એન્ડ ડૉક્ટર એસોસિએસનએ અરજી દાખલ કરી કોર્ટને એ પણ જણાવ્યુ હતુ કે, દિલ્હી, મહારાષ્ટ્ર, પંજાબ, ત્રિપુરા, અને કર્ણાટકામાં સ્વાસ્થ્ય કર્મીને વેતન નથી આપવામાં આવી રહ્યું. આના પર કોર્ટે તરતજ ચૂકણવીનો આદેશ કર્યો હતો.
કેન્દ્ર સરકાર તરફથી હારજ થયેલી સૉલસિટર જનરલ તુષાર મહેતાએ ત્રણ જજોની પીઠને કહ્યું હતુ કે, ડૉક્ટર તથા મેડિકલ સ્ટાફને ડ્યૂટીક કર્યા બાદ અનિવાર્ય રીતે ક્વૉરન્ટાઇનમાં મોકલવામાં આવે છે. આના પર પીઠે પુછ્યુ હતુ કે આવુ કેમ થઇ રહ્યુ છે? જવાબમાં એસજીએ કહ્યું કે આ મામલે કોશિશ કરીશું કે ડૉક્ટરોની ક્વૉરન્ટઇન અવધિને ઓન ડ્યૂટી માનવામાં આવે.
સુપ્રીમ કોર્ટે કોરોનાના દર્દીઓની સારવારમાં લાગેલા ડૉક્ટરો માટે શું આપી મોટી રાહત, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Aug 2020 03:27 PM (IST)
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એફિડેવિટ દાખલ કરીને કહ્યું કે, કોરોનાના ઇલાજમાં લાગેલા ડૉક્ટરોની ક્વૉરન્ટાઇન અવધિને હવે ઓન ડ્યૂટી માનવામાં આવશે રજા પર નહીં. કેન્દ્રએ કોર્ટને જણાવ્યુ કે, 6 ઓગસ્ટે તમામ રાજ્યોને નિર્દેશ કરી દેવામાં આવ્યો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -