નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટે તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતાને ઘણા માનહાનિના કેસ કરવા બદલ ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે જયલલિતાને કહ્યું કે તે એક જાહેર હસ્તી છે અને તમારે નિંદા સહન કરવી પડશે. તમે લોકતંત્રનું ગળુ દબાવવા માટે માનહાનિના કેસનો ઉપયોગ કરી શકે નહીં. કોર્ટ માનહાનિના કાયદાનો ઉપયોગ કરવા બદલ જયલલિતાને નોટીસ પણ આપી છે. જજોએ કહ્યું કે, તમિલનાડુ એક એવું રાજ્ય છે જે સ્ટેટ મશીનરીના બેઝાનો ઉપયોગ માનહાનિના કેસ લડવા માટે કરે છે. રાજ્ય સરકારે મુખ્ય અદાલતને જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષોમાં તેમના દ્ધારા 200થી વધુ માનહાનિના કેસ નોંધવામાં આવ્યા છે. તેમાં 55 મીડિયા વિરુદ્ધ, જ્યારે 85 જયલલિતાના પ્રમુખ પ્રતિસ્પર્ધી ડીએમકે વિરુદ્ધ છે.

કોર્ટ અભિનેતા-રાજનેતા વિજયકાંતની અરજી પર સૂનવણી કરી રહી હતી, જેમાં તેમને પોતાની વિરુદ્ધ રજૂ થયેલા વૉરંટને નકારવાની અપીલ કરી હતી. ‘કેપ્ટન’ ના નામથી જાણીતા વિજયકાંત દેસિયા મુરોપોક્કુ દ્રવિડ કઝગામના પ્રમુખ છે. એક પોલીસ ફરિયાદમાં તેમનું નામ એટલા માટે નોંધવામાં આવ્યું હતું કારણ કે તેમને કહ્યું હતું કે જયલલિતા એક ભ્રષ્ટાચારી સરકાર ચલાવી રહી છે. વિજયકાંત પર સરકારની નિંદા કરવા બદલ 14 માનહાનિના કેસ ચાલી રહ્યા છે. તેમાં ડિસેમ્બર 2015માં ચેન્નાઈમાં આવેલા પૂરને કુત્રિમ રૂપથી પેદા કરવા સંબંધી ટિપ્પણીનો પણ સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય પર રિપોર્ટિંગ કરવા બદલ માનહાનિનો કેસ કરી શકાય નહીં.