નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટથી બહુચર્ચિત સિંગુર જમીન ફાળવણી મામલામાં ટાટા મોટર્સને ફટકો લાગ્યો છે. કોર્ટે સિંગુરમાં ટાટાના નૈનો પ્લાંટ માટે ફાળવેલી જમીન રદ્દ કરી નાંખી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર આ રીતે જમીન ફાળવણી કરી શકે નહીં. કોર્ટે તત્કાલીન બુદ્ધદેબ ભટ્ટાચાર્ય સરકાર પર કડક શબ્દોમાં ટિપ્પણી કરતાં કહ્યું કે સરકારે ખેડૂતો સાથે અન્યાય કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને 12 સપ્તાહની અંદર ખેડૂતોને તેમની જમીન પાછી આપવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ 10 વર્ષો દરમિયાન મળેલા વળતરને ખેડૂતોને પાછું આપવાનું રહેશે નહીં. સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે 10 વર્ષથી ગરીબ ખેડૂતોને તેમની જમીનથી વંચિત રાખવામાં આવ્યા હતા. તેના માટે તેઓ વળતરના હક્કદાર છે. સુપ્રીમ કોર્ટે આ મહત્વપૂર્ણ નિર્ણયમાં એ પણ કહ્યું કે જમીન ફાળવણી માટે પર્યાપ્ત અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે કોલકાતા હાઈકોર્ટથી તત્કાલીન સરકારે ફાળવણીને સાચી ઠેરવી હતી. જેની વિરુદ્ધ ખેડૂતોએ ગેર સરકારી સંગઠનોના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.