લોઢા સમિતિની ભલામણોના અમલ અંગે સુપ્રીમ કોર્ટ આજે BCCIને આપશે આદેશ
abpasmita.in | 17 Oct 2016 08:21 AM (IST)

નવી દિલ્લી: લોઢા સમિતિની ભલામણોના અમલ અંગે સુપ્રીમ કોર્ટ આજે બીસીસીઆઈને આદેશ આપશે. આ પહેલાની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે લોઢા કમિટીની ભલામણો લાગૂ કરવામાં અડચણ ઊભી કરનારા રાજ્ય ક્રિકેટ એસોસિએશનનું ફંડ રોકવા માટે આદેશ કર્યા હતા. કોર્ટે બીસીસીઆઈ અધ્યક્ષને પૂછયુ હતું કે તેમણે લોઢા સમિતિની ભલામણોની વિરુદ્ધ આઈસીસીના સીઈઓને પત્ર લખ્યો હતો કે નહીં. બીસીસીઆઈ અને લોઢા સમિતિ વચ્ચે ઉભી થયેલી તકરાર પુરી થવાનું નામ લેતી નથી. શનિવારે બોર્ડની બેઠક બાદ સુપ્રીમકોર્ટ દ્વારા નિયુક્ત સમિતિએ આપેલાં સૂચનો પર વિરોધ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ સુપ્રીમકોર્ટે લોઢા સમિતિના અમલ અંગે આકરૂ વલણ અપનાવ્યું છે. બીસીસીઆઈના અધ્યક્ષનો કાર્યકાળ નક્કી કરવાના મુદ્દે, રાજ્ય ક્રિકેટ એસોસિએશનમાં હોદ્દેદારોની વય મર્યાદા અંગે અને એક રાજ્યમાં એક જ ક્રિકેટ એસોસિએશન જેવી લોઢા સમિતિની અનેક ભલામણો બીસીસીઆઈને માન્ય નથી.