Citizenship Act S.6A: નાગરિકતા અધિનિયમની કલમ 6A સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચમાં ગુરુવારે (17 ઓક્ટોબર 2024) ના રોજ પર એક મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય ખંડપીઠે આસામ સમજૂતીને આગળ ધપાવવા માટે 1985માં સંશોધનના માધ્યમથી નાગરિકતા કાયદાની કલમ 6Aની બંધારણીય માન્યતાને સમર્થન આપ્યું હતું.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ સૂર્યકાંત, એમએમ સુંદરેશ અને મનોજ મિશ્રાએ બહુમતી ચુકાદો સંભળાવ્યો હતો જ્યારે જસ્ટિસ જેબી પારડીવાલાએ અસંમતિ વ્યક્ત કરી હતી. કલમ 6એને 1985માં આસામ સમજૂતીમાં સામેલ કરવામાં આવી હતી જેથી બાંગ્લાદેશમાંથી ગેરકાયદેસર વસાહતીઓને નાગરિકતાનો લાભ આપી શકાય જેથી એક જાન્યુઆરી 1966 અને 25 માર્ચ 1971 વચ્ચે આસામમાં આવ્યા હોય.
સુનાવણી દરમિયાન CJIએ શું કહ્યું?
CJI ચંદ્રચૂડે કહ્યું કે બહુમતીનો નિર્ણય એ છે કે નાગરિકતા કાયદાની કલમ 6A બંધારણીય રીતે યોગ્ય છે. જસ્ટિસ પારડીવાલાએ કાયદામાં થયેલા સુધારાને ખોટો ગણાવ્યો છે. નોંધનીય છે કે બહુમતીએ સંશોધનને યોગ્ય ગણાવ્યું છે. એટલે કે, 1 જાન્યુઆરી, 1966થી 24 માર્ચ, 1971 દરમિયાન બાંગ્લાદેશથી આસામ આવેલા લોકોની નાગરિકતા પર કોઈ ખતરો નહીં હોય. આંકડા મુજબ, આસામમાં 40 લાખ ગેરકાયદેસર વસાહતીઓ છે. પશ્ચિમ બંગાળમાં આવા લોકોની સંખ્યા 57 લાખ છે, તેમ છતાં આસામની ઓછી વસ્તીને ધ્યાનમાં રાખીને ત્યાં માટે અલગ કટ-ઓફ તારીખ બનાવવી જરૂરી હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે કહ્યું કે 25 માર્ચ 1971ની કટ ઓફ ડેટ સાચી છે.
આ સમગ્ર ચુકાદાને આ રીતે સમજો
સરળ શબ્દોમાં કહીએ તો 1985ના આસામ અકોર્ડ અને નાગરિકતા કાયદાની કલમ 6A ને SC દ્વારા 4:1 ની બહુમતી સાથે સમર્થન આપવામાં આવ્યું છે. આ અંતર્ગત 1 જાન્યુઆરી, 1966થી 25 માર્ચ, 1971 સુધી પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)થી આસામ આવેલા લોકોની નાગરિકતા અકબંધ રહેશે. તે પછી આવનારા લોકોને ગેરકાયદેસર નાગરિક ગણવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આસામની ઓછી વસ્તીને ધ્યાનમાં રાખીને કટ ઓફ ડેટ બનાવવી યોગ્ય છે.