સરકારે હાઇકોર્ટમાં રજુઆત કરી હતી કે સ્કૂલ સંચાલકો સાથે કોમન ફોર્મુલા તૈયાર થઇ શકી નથી. જેથી હાઇકોર્ટ પાસે દિશા નિર્દેશો માંગ્યા હતા. સ્કૂલ સંચાલકોના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સંચાલકો 15 ટકા સુધની ફી માફ કરવા તૈયાર છે અને જો આ કરતાં વધારે ફી માફ કરવી હોય તો તેના માટે આવકના દસ્તાવેજ આપવાના હેશે.
સંચાલકો બીજી પણ એક ફોર્મ્યુલા લઈને આવ્યા છે જે અનુસાર તેઓ 100 ટકા સુધીની ફી માફ કરવા તૈયાર છે. પરંતુ તેઓ માત્ર જરૂરિયાતમંદ વાલીઓને જ લાભ આપશે.
જે વાલીઓ ફી માફી ઇચ્છે છે તેમની પાસે સંચાલકો દ્વારા લોકડાઉન લાગુ થયું ત્યારથી લઈને અત્યાર સુધીની બેંક સ્ટેટમેન્ટની સાથે ઇન્કમટેક્સ રિર્ટન માગવામાં આવશે. જો લોન હોય તો તેના પણ દસ્તાવેજ માગવામાં આવશે. આમ લોકડાઉન દરમિયાન જે વાલીઓની આવકામાં અસામાન્ય ઘટાડો નોંધાયો હશે તેને જ ફી માફીનો લાભ મળશે.