કોરોના વાયરસ વિરૂદ્ધ રસીકરણ અને ઠંડીની વચ્ચે અનેક રાજ્યોમાં સોમવારથી સ્કૂલ કોલેજ ફરી ખુલી ગયા છે. શાળા ફરીથી ખોલવાનો નિર્ણય કોરોના કેસ ઘટવા પર લેવામાં આવ્યો છે. જોકે બ્રિટનમાં નવા કોરોના વાયરસ સ્ટ્રેનની ચિંતા હજુ પણ છે. કોરોના વાયરસને કારણે અનેક મહિનાઓથી શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું. એવામાં ફરીથી શાળા ખોલવાની મંજૂરીથી આશા છે કે વિદ્યાર્થીઓનો અભ્યાસ ફરી એક વખત પાટા પર આવી જશે.


બિહારઃ બિહારમાં સ્કૂલ અને કોલોજ રોસ્ટર અનુસાર ચાલશે. એક દિવસમાં અડધા વિદ્યાર્થીઓને જ બોલાવવામાં આવશે. ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓએ કોરોના વાયરસ ગાઈડલાન્સનું કડકાઈથી પાલન કરવું પડશે.

પુડુચેરીઃ અહીં 4 જાન્યુઆરી 2021થી સ્કૂલ ખુલી ગઈ છે. ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલવામાં આવી છે. શાળા 18 જાન્યુઆરી સુધી અડધા દિવસ એટલે કે સવારે 10થી બપોરે 1 સુધી શાલા ખુલી રહેશે.

ઝારખંડઃ બિહારની જેમ જ ઝારખંડમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખુલી ગઈ છે. ઝારખંડ એકેડમિક કાઉન્સિલ બોર્ડ પરીક્ષાઓની તારીખ ટૂંકમાં જ જાહેર કરશે. પ્રી બોર્ડની તૈયારીઓને શિક્ષણ વિભાગ અંતિમ રૂપ આપવામાં લાગી ગયું છે.

અરૂણાચલ પ્રદેશઃ અહીં સરકારે ધોરણ 8-9-11ના વિદ્યાર્થીઓ માટે શાળા ખોલી છે. આ પહેલા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ 16 નવેમ્બર 2020થી જ ખુલી ગઈ છે. અહીં વિદ્યાર્થીઓ માટે ક્લાસનું આયોજન નિયમિત રીતે થશે.

અનેક રાજ્યોમાં 1 જાન્યુઆરીથી શૈક્ષણિક સંસ્થા શરૂ થઈ છે

અસમમાં પ્રાથમિક ધોરણથી લઈને યૂનિવર્સિટી સુધી તમામ સ્કૂલ અને શૈક્ષણિક સંસ્થાઓ 1 જાન્યુઆરીથી ખુલી ગઈ છે. કર્ણાટકમાં 1 જાન્યુઆરીથી ધોરણ 6-12 સુધી માટે સ્કૂલ ખુલી ગઈ છે. કોરોના વાયરસનું હોટસ્પોટ રહેલ કેરળમાં 1 જાન્યુારીથી આંશિક રીતે શાળાઓ ખૂલી ગઈ છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મર્યાદિત કલાક અને મર્યાદિત સમયના અભ્યાસથી શરૂઆત થઈ છે.