ભારતમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી છે અને આ દરમિયાન મોટાભાગના રાજ્યમાં સ્કૂલોમાં શિક્ષણકાર્ય ફરીથી શરૂ થયું છે. આ દરમિયાન એક સર્વેમાં ચોંકાવનારી વિગત સામે આવી છે. આશરે 48 ટકા વાલીઓ તેમના બાળકોને કોરોના રસીકરણ વગર સ્કૂલે મોકલવા નથી ઈચ્છતા. 30 ટકાએ જણાવ્યું કે, કોવિડ-19ના મામલા ઝીરો થઈ જશે ત્યારે બાળકોને સ્કૂલે મોકલશે. બાળકોને સ્કૂલે મોકલવાને લઈ વાલીઓ પર કમ્યુનિટી સોશિયલ મીડિયા પ્લેટફોર્મે લોકલ સર્કલે સર્વે કર્યો હતો. જેમાં આ ચોંકાવનારું તારણ સામે આવ્યું હતું.


કેટલા વાલીઓ પર કરવામાં આવ્યો સર્વે


સર્વેમાં સામેલ 48 ટકા વાલીઓ તેમના બાળકોનું રસીકરણ ન થાય ત્યાં સુધી સ્કૂલે મોકલવા માંગતા નહોતા. લોકલ સર્કલ્સના સંસ્થાપર સચિન ટપારિયા મુજબ, 21 ટકા વાલીઓ  બાળકોને સ્કૂલે મોકલવા તૈયાર હતા. જ્યારે એક ટકા લોકોએ આ અંગે કંઈ કહેવાનું ટાળ્યું હતું. દેશભરમાં 361 જિલ્લામાંથી 32,000 વાલીઓનો મત લેવામાં આવ્યો હતો. જેના પરિણામ પરથી ખબર પડી કે જ્યારે તેમના જિલ્લામાં કોરનાના કેસ ઘટીને શૂન્ય થઈ જાય ત્યારે 30 ટકા વાલીઓ તેમના બાળકોને સ્કૂલે મોકલવા તૈયાર છે.


સર્વેમાં કેટલા પુરુષો અને મહિલાઓને આવરી લેવામાં આવ્યા


સર્વેમાં 68 ટકા પુરુષો અને 32 ટકા મહિલાઓ સામેલ કરવામાં આવી હતી. સર્વેમાં અન્ય સામે આવેલી વિગત મુજબ વર્ચુઅલ ક્લાસમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વધારે સમસ્યા સામે આવી છે. કારણકે ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગના વિદ્યાર્થીઓ પાસે ડેટા, કનેક્ટિવિટી, સ્માર્ટફોન અને લેપટોપ નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં કહ્યું હતું કે, બાળકો માટે કોવિડ રસીકરણ જલદી શરૂ થવાની સંભાવના છે.


હરિયાણામાં સ્કૂલો ખુલતાં જ કોરોનાએ ત્યાં પણ એન્ટ્રી લઈ લીધી છે. ફતેહાબાદમાં 6 બાળકો સંક્રમિત મળતાં ફફડાટ ફેલાયો છે. આ તમામ વિદ્યાર્થીઓને ઘરમાં જ આઈસોલેટ કરાયા છે. સરકારી સ્કૂલમાં કોરોનાના કેસ મળતાં સિવિલ સર્જને જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખીને તમામ સ્કૂલોમાં સેમ્પલિંગ કરવા કહ્યું છે. ઉપરાંત તમામ સરકારી ને ખાનગી શાળામાં બાળકોનો કોવિડ ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. સોમવારથી તમામ સ્કૂલોમાં સેમ્પલિંગ શરૂ થશે. સ્કૂલોમાં ભણાવવા આવતાં શિક્ષકોનું રસીકરણ થયું છે કે નહીં તે પણ ચેક કરવા આદેશ આપવામાં આવ્યો છે.


Education Loan Information:

Calculate Education Loan EMI