નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કારણે ગત વર્ષે લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે સ્કૂલો બંધ છે. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. કોરોનાની બીજી લહેર ધીમી પડતાં અનેક રાજ્યો શાળા રાબેતા મુજબ શરૂ કરવાનું આયોજન કરી રહ્યા છે.
આંધ્રપ્રદેશના શિક્ષણ મંત્રી એ.સુરેશે જણાવ્યું, રાજ્ય સરકારે 16 ઓગસ્ટથી ફરીથી સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ઓનલાઇન કલાસ 12 જુલાઈથી શરૂ થશે.
આંધ્રપ્રદેશમાં કોરોનાની શું છે સ્થિતિ
આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે, આંધ્રપ્રદેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 33,230 છે. જ્યારે 18,61,937 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં 12,898 લોકોના કોરોનાથી મોત થયા છે.
ભારતમાં કોરોનાનું ચિત્ર
દેશમાં સતત દસમા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. પરંતુ આ દરમિયાન દેશમાં એક દિવસની રાહત બાદ કોરોના કેસમાં 10 હજારનો વધારો થતાં ફરીથી ફફડાટ ફેલાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 43,733 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં વધુ 930નાં મોત અને 47,240 લોકો સાજા થયા છે. ગઈકાલે 34,703 નવા કેસ આવ્યા હતા. જે 1111 દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ હતા. રિકવરી રેટ 97.18 ટકા છે. દેશમાં સતત 54મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 6 જુલાઈ સુધી દેશભરમાં 36 કરોડ 13 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 42 કરોડ 33 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 19 લાખ 7 હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.
Education Loan Information:
Calculate Education Loan EMI