પીએમ મોદીએ મંગળવારે કોરોના વાયરસની રસી શોધવા માટે બનાવેલી ટાસ્ક ફોર્સની એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં રસીના વિકાસ, સંશોધન, વૈજ્ઞાનિક તપાસ અને પરીક્ષણ અંગે ભારતના પ્રયત્નોની વર્તમાન સ્થિતિ પર ચર્ચા થઈ હતી.
બેઠક બાદ પ્રધાનમંત્રી કાર્યાલય તરફતી જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે ભારતીય કંપનીઓ શરૂઆતના તબક્કામાં રસી બનાવવાની ભૂમિકામાં ઈનોવેટર્સ તરીકે સામે આવી છે. દેશમાં રસીના ડેવલપમેન્ટ માટે ત્રણ પ્રકારના દ્રષ્ટિકોણ લેવામાં આવી રહ્યા છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું કે, સૌથી પહેલા વર્તમાન દવાઓથી કોરોનાની સારવાર માટે તૈયાર કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ કેટેગરીમાં ઓછામાં ઓછી ચાર દવાઓનું મિશ્રણ અને પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. બીજું લેબમાં નવી દવા પર પરીક્ષણ થઈ રહ્યું છે. ત્રીજું- વૃક્ષો પર સામાન્ય એન્ટી વાયરલ ગુણોની તપાસ કરવામાં આવી રહી છે.