Haryana BJP: ભાજપે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે, બીજી યાદીમાં 21 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.






હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં 21 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. બે મુસ્લિમ ઉમેદવારોને પણ ટિકિટ આપવામાં આવી છે. બીજી યાદી સાથે, ભાજપે હરિયાણાની 90માંથી 88 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા. પ્રથમ યાદીમાં 67 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. હજુ બે બેઠકો પર જાહેરાત થવાની બાકી છે.


વિનેશ ફોગાટની સામે કોણે મળી ટિકીટ ? 
પાર્ટીએ ફિરોઝપુર ઝિરકા સીટથી નસીમ અહેમદ અને પુનાના સીટથી એઝાઝ ખાનને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપે જુલાના સીટ પર કેપ્ટન યોગેશ બૈરાગીને મેદાનમાં ઉતાર્યા છે. રેસલર વિનેશ ફોગાટ અહીંથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે.


નારાયણગઢ - શ્રી પવન સૈની


પેહોવા- જય ભગવાન શર્મા (ડી.ડી. શર્મા)


પુન્દ્રી - સતપાલ જાંબા


આસંધ - યોગેન્દ્ર રાણા


ગણૌર - દેવેન્દ્ર કૌશિક


રાય - કૃષ્ણ ગેહલાવત


બરોડા - પ્રદીપ સાંગવાન


જુલાના - કેપ્ટન યોગેશ બૈરાગી


નરવાના (SC) - કૃષ્ણ કુમાર બેદી


ડબવાલી - સરદાર બલદેવ સિંહ મલિયાના


એલનાબાદ - અમીરચંદ મહેતા


રોહતક - મનીષ ગ્રોવર


નારનૌલ - ઓમ પ્રકાશ યાદવ


બાવળ (SC) - ડૉ.કૃષ્ણ કુમાર


પટૌડી (SC) - બિમલા ચૌધરી


નૂહ - સંજય સિંહ


ફિરોઝપુર ઝિરકા - નસીમ અહેમદ


પુન્હાના - એઝાઝ ખાન


હાથિન - મનોજ રાવત


હોડલ (SC) - હરિન્દર સિંહ રામરતન


બાદલ - ધનેશ અડલાખા


આ પણ વાંચો


Prashant Kishor: રાહુલ ગાંધી PM બનશે? પ્રશાંત કિશોરે દાદી ઇન્દિરાની હારની યાદ અપાવી, કહ્યું - 99 બેઠકો મેળવવી એક વાત છે અને...