કોરોના વાયરસ હાલ સમગ્ર દેશમાં મોતનું તાંડવ મચાવી રહ્યો છે. દેશમાં દરરોજ 2 લાખથી વધુ નવા પોઝિટિવ કેસ આવી રહ્યાં છે. તો છેલ્લા 24 કલાકમાં 1341 લોકોના મોત થયા છે. દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોનાની સ્થિત બેકાબૂ છે. મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્લીમાં કોરોનાની નિરંકુશ સ્થિતિના કારણે હોસ્પિટલમાં બેડ નથી તો બીજી તરફ સ્માશાનમાં પણ અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ છે, તો ક્યાંક અમ્બ્યુલ્ન્સ પણ ખૂટી પડી છે. આ સ્થિતિમાં દરેકને આ સવાલ થાય છે કે, આ આખરે આ કપરો સમય ક્યારે પૂર્ણ થશે. તો એકસ્પર્ટે બીજી લહેરને 100 દિવસમાં પૂરી થવાના સંકેત આપ્યાં છે.
બીજી લહેર ક્યારે પૂર્ણ થશે
દક્ષિણ પૂર્ણ એશિયાના એકસ્પર્ટે જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર 100 દિવસ સુધી રહી શકે છે. જો કે એક્સપર્ટે જણાવ્યું કે, બીજી લહેર અંતિમ લહેર નથી, ત્યારબાદ પણ ત્રીજી અને ચોથી લહેર આવી શકે છે. તેના માટે આપણે તૈયાર રહેવું પડશે.
કોરોનાનો ખતરો ક્યારે ખતમ થશે
આ સ્થિતિમાં બીજો સવાલ એ થાય કે આખરે કોરોના વાયરસથી દુનિયાને મુક્તિ ક્યારે મળશે. આ મુદ્દે એકસ્પર્ટનું માનવું છે કે, હજુ સુધી 70 ટકા લોકો વેક્સિનેટ નથી થયાં. જ્યારે જનસંખ્યાના 70 ટકા લોકોને વેક્સિન મળી જશે ત્યારબાદ કોરોનાનું ભયંકર સ્થતિ હળવી બની જશે. હર્ડ ઇમ્યુનિટિ બાદ પણ વાયરસથી રાહત મળી શકે છે.
બીજી લહેર એટલા માટે વધુ ઘાતક છે કે, તેમાં કેટલીક વસ્તુઓ બદલાઇ ગઇ છે. વાયરસ મ્યુટેશનનના કારણે આ વાયરસ વધી તીવ્રતાથી અને ઝડુથી સંક્રમણ ફેલાતો હોવાથી વધુ મોત થઇ રહ્યાં છે. તેના કારણે જ વેક્સનેટ લોકો પણ સંક્રમિત થઇ રહ્યાં છે.
એકસ્પર્ટે સલાહ આપી છે કે, આ ગંભીર પરિસ્થિતિમાં કોરોનાથી બચવા માટે એક જ ઉપાય છે. માસ્ક પહેરો, સામાજિક અંતર જાળવો અને વારંવાર હેન્ડવોશ કરવો, સ્વસ્છતો ખ્યાલ રાખો. આ તમામ પગલા લેવાથી કોરોના વાયરસથી બચી શકાય છે.