નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાવાયરસ (Coronavirus)ની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. વિતેલા બે દિવસથી સતત દેશમાં બે લાખ કરતાં પણ વધારે કેસ સામે આવી રહ્યા છે. સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે, જ્યાં હાલમાં 6 લાખ કરતાં વધારે એક્ટિવ કેસ છે. તેને લઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ ડર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસ કેટલો ખતરનાક  હશે અને ક્યાં સુધી ચાલશે તેની કોઈ ગેરેન્ટી નથી. ઘરના ઘર તેની ઝપેટમાં આવી ગયા છે અને આવનારા 15 દિવસ કે 1 મહિનામાં શું થશે એ કહેવુ મુશ્કેલ છે.


નીતિન ગડકરીએ ગુરુવારે નાગપુરમાં રાષ્ટ્રીય કેન્સર કેન્દ્રમાં 100 બેડના ખાનગી કોવિડ-19 કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. આ અવસર પર ભાજપના નેત અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે, લોકોને સર્વશ્રેષ્ઠ માટે વિચારવું જોઈએ, પરંતુ સૌથી ખરાબ માટે તૈયાર રહેવું જોઈએ. આ મહામારીનો સામનો કરવા માટે લાંબા ગાળાના મેનેજમેન્ટની જરૂરત છે.


ગડકરીએ મહામારીનો સામો કરવા માટે લાંબાગાળાના મેનેજમેન્ટ પર ભાર મુકતા કહ્યું કે, ‘સ્થિતિ અત્યંત ગંભીર છે અને કોઈ નથી જાણતું કે આ ક્યાં સુધી રહેશે.’


ગડકરીએ વિશાખાપટ્ટનમના મેડિકલ ડિવાઈસીસ પાર્કથી એક હજાર વેન્ટિલેટર મેળવવા વિશે પણ જાણકારી આપી જે નાગપુરની હોસ્પિટલને આપવામાં આવશે. તેમણે રેમડેસિવિરની અછત વિશે પણ કહ્યું કે, દેશમાં માત્ર ચાર દવા કંપનીઓ પાસે કોરોનાનો સામનો કરતી આ દવાનું નિર્માણ કરવાનું લાઈસન્સ છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે બુધવારે આ દવાના નિર્માણ માટે વધુ આઠ કંપનીઓને મંજૂરી આપી જેમાં રેમડેસિવિરની અછતનું સમાધાન થઈ જશે.


ગુજરાતના આ મોટા શહેરમાં તમામ વેપાર-ધંધામાં 48 કલાકનું લોકડાઉન, 140 સંગઠનોનો મોટો નિર્ણય


મોદીએ ક્યા સંતને ફોન કરીને કુંભ મેળામાં ભીડ ઓછી થાય એ માટે તેને પ્રતિકાત્મક કરી દેવા કરી વિનંતી ? જાણો શું કરી વાત ?