દિલ્હીમાં CAAના વિરોધમાં લોકોએ પોલીસની પરવાનગી વિના કર્યુ જોરદાર પ્રદર્શન, કલમ 144 લાગુ
abpasmita.in | 24 Dec 2019 01:49 PM (IST)
નોંધનીય છે કે, દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીને લઇને પુરજોશમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીને લઇને દિલ્હીમાં ફરી એકવાર વિરોધ પ્રદર્શનની ઘટના સામે આવી છે. રાજધાની દિલ્હીના મંડી વિસ્તારમાં દિલ્હી પોલીસની પરવાનગી વિનાજ આ પ્રદર્શન થઇ રહ્યું છે. પોલીસ સતત પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવાની અપીલ કરી રહ્યું છે, અને શાંતિથી આગળ વધવા માટે કહી રહી છે. રિપોર્ટ છે કે, મંડી હાઉસમાં હાલ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ માર્ચમાં સ્વરાજ ઇન્ડિયાના સંસ્થાપક યોગેન્દ્ર યાદવ પણ સામેલ છે. CAAના વિરોધમાં મંડી હાઉસ વિસ્તારમાં લગભગ બે થી ત્રણ હજાર લોકો જોડાયા છે. દિલ્હી પોલીસ આ માર્ચની સાથે સાથે એક દોરડુ-રાસ લઇને ચાલી રહી છે. હાલ પોલીસ તરફથી પ્રદર્શનકારીઓને રોકવામાં નથી આવી રહ્યાં. CAAના વિરોધમાં ઉતરેલા પ્રદર્શનકારીઓ નારેબાજી કરી રહ્યાં છે, માહિતી પ્રમાણે, આ માર્ચ મંડી હાઉસથી શરૂ થઇને પાર્લામેન્ટ સ્ટ્રીટ સુધી જશે. નોંધનીય છે કે, દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીને લઇને પુરજોશમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે.