નવી દિલ્હીઃ સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર શરૂ થઇ ગયો છે. ઠંડા પવનો અને હાડ ગાળતી ઠંડીના કારણે દિલ્હી સહિત ઉત્તર ભારત ઠુઠવાયુ છે, જનજીવન ઠપ થઇ ગયુ છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં ઠંડીનો પારો નીચે ઉતરી ગયો છે.


દિલ્હીમાં ગઇકાલે સવારથી જ ઠંડીનો માહોલ રહ્યો, ન્યૂનત્તમ તાપમાન 8.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ. રવિવારથી આ સિલસિલો ચાલુ રહ્યો હતો. હવામાન વિભાગે પણ ઠંડી વધવાની સંભાવના વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ અનુસાર, દિલ્હીમાં કેટલાક ભાગોમાં ઠંડી રહેશે, મેક્સિમમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની આશા છે. વળી, આને લઇને રેલવે 12 ટ્રેનો લેટ કરી દીધી છે.