ભેસાણ: ભેસાણના ખંભાળિયા ગામે એક યુવકે પોતાની ત્રણ સગી દીકરીઓને કૂવામાં ફેંકીને ઝેરી દવા ખાઈ આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં ભેસાણ પોલીસ દોડી આવી હતી અને તમામ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. 15 દિવસ પહેલા જ ચોથી દીકીરીનો જન્મ થયો હતો. પરંતુ તે તેની માતા પાસે જીવિત છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આર્થિક ભીંસને કારણે આવું પગલું ભર્યાનું બહાર આવ્યું છે. પરંતુ સાચી હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.

ખંભાળિયા ગામે રહેતા અને જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતા રસીકભાઇ દેવાભાઇ સોલંકીએ પોતાની ત્રણ દીકરીઓને પરબ ફરવાનું કહી વાડીએ લઇ ગયા હતા. અહીં પોતાની ત્રણ દીકરી રીયા (ઉ.વ.9), અંજલી (ઉ.વ.7) અને જલ્પા (ઉ.વ.2)ને આજે સવારે સાડા નવ વાગ્યે કૂવામાં ફેંકી દીધી હતી. બાદમાં પોતે દવા પી લીધી હતી પરંતુ દવાની કોઇ અસર ન થતા ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી. એક જ પરિવારના ચારના મોતથી સોલંકી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

ગામના લોકોના કહેવા મુજબ રસિકભાઇને સંતાનમાં ત્રણ દીકરી હતી. આથી પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં પત્ની પાસે ચોથી ડિલિવરી કરાવી હતી. પત્ની ડિલિવરી કરવા માટે પિયર ગઇ હતી. પરંતુ ડિલિવરી દરમિયાન જાણવા મળ્યું કે પોતાને ચોથી દીકરી આવી છે, આથી તેઓ ચિંતામાં ડૂબી ગયા હતા. પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં પોતાની ત્રણ દીકરીઓને મોતને ઘાટ ઉતારી પોતે પણ જિંદગી ટૂંકાવી હતી.

રસીકભાઇના મોટાભાઇ વાલજીભાઇ સોલંકીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રસીક મારો નાનો ભાઇ હતો. તેની આર્થિક પરિસ્થિતિ સાવ નબળી હોવાથી પોતાની ત્રણેય દીકરીઓને કૂવામાં નાંખી પોતે આપઘાત કરી લીધો હતો.

IND v WI: કુલદીપ યાદવની હેટ્રિક, વન ડેમાં બીજી વખત આ કારનામું કરનારો બન્યો પ્રથમ ભારતીય બોલર

નેહરુ ટિપ્પણી વિવાદઃ જામીન પર મુક્ત થયેલી પાયલ રોહતગીએ કહ્યું, સોશિયલ મીડિયા પર બોલવાનું બંધ નહીં કરું

IND v WI: પંત અને ઐયરની વિસ્ફોટક બેટિંગે તોડ્યો સચિન-જાડેજાનો 20 વર્ષ જૂનો રેકોર્ડ, જાણો વિગત