નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. દાવો છે કે કારમાં સવાર પાંચ લોકો તસવીર પડાવવા માટે પ્રિયંકા ગાંધીનાં ઘરનાં પરિસરમાં આવી ગયા હતા. કૉંગ્રેસે સુરક્ષા ચૂકને લઈને કહ્યું તમે જોઈ શકો છો કે એસપીજી સુરક્ષા હટાવ્યા બાદ શું થયું. જુઓ પૂર્વ પીએમના પરિવારના સદસ્યો સાથે શું થઈ રહ્યું છે?
ન્યૂઝ એજન્સી એએનઆઈના સૂત્રો મુજબ, એક સપ્તાહ પહેલા પ્રિયંકા ગાંધી વાડ્રાના ઘર પર સુરક્ષામાં ચૂક થઈ હતી. પહેલાથી કોઈ પણ જાણ કર્યા વગર અજાણ્યા લોકો તેમના ઘરે પહોંચ્યા અને સેલ્ફી લેવા માટે મંજૂરી માંગી હતી. આ મામલે સીઆરપીએફને ફરિયાદ કરવામાં આવી છે.
ગાંધી પરિવાર પાસેથી એસપીજી સુરક્ષા પરત ખેંચ્યા બાદ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં ચૂક થઇ હોવાનું સામે આવતા રાજકીય હલચલ મચી ગઇ છે.
ગાંધી પરિવારને આપવામા આવેલી સ્પેશલ પ્રોટેક્શ ગ્રુપ એસપીજીની સુરક્ષા ગત મહિને પરત લેવામાં આવી છે અને તેમને કેંદ્રીય રિઝર્વ બળ સીઆરપીએની ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. કૉંગ્રેસ સરકારના આ નિર્ણયની આલોચના કરતી રહી છે. આ મુદ્દાના પાર્ટીએ લોકસભામાં પણ ઉઠાવ્યો હતો.
પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં ચૂક, સેલ્ફી લેવા કારથી ઘરમાં ઘૂસ્યા લોકો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Dec 2019 08:52 PM (IST)
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. દાવો છે કે કારમાં સવાર પાંચ લોકો તસવીર પડાવવા માટે પ્રિયંકા ગાંધીનાં ઘરનાં પરિસરમાં આવી ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -