Jammu And Kashmir: જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર જિલ્લાના ક્રિસ્બલ પાલપોરા સંગમ વિસ્તારમાં પોલીસ અને આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ખીણમાં ટાર્ગેટ કિલિંગની ત્રણ ઘટનાઓ માટે જવાબદાર લશ્કરના આતંકવાદી આદિલ પારેને ઠાર કર્યો છે.


આ આતંકવાદીએ જમ્મુ અને કાશ્મીર પોલીસના બે કર્મચારીઓ હસન ડાર અને અંચાર સૌરા વિસ્તારમાં સૈફુલ્લાહ કાદરી પર હુમલો કરીને ઘાયલ કર્યા હતા. આ ઉપરાંત 9 વર્ષની બાળકીને ઇજા પહોંચાડવાની ઘટનામાં પણ તેની સંડોવણી હતી. આજે તે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. આઈજીપી વિજય કુમારે મીડિયાને જણાવ્યું કે લશ્કરના આતંકવાદી આદિલ પારેને આજે સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં માર્યો હતો. તેના પર બે પોલીસ કર્મચારીઓ અને 9 વર્ષની સગીર છોકરી પર હુમલો કરવાનો આરોપ હતો.


અમરનાથ યાત્રા અને ટાર્ગેટ કિલિંગને ધ્યાનમાં રાખીને સુરક્ષા વધારાઈઃ
તમને જણાવી દઈએ કે, અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. આ માટે ઘણા સુરક્ષા દળોની વધારાની કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. દરમિયાન, તાજેતરની ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ સુરક્ષા દળો માટે એક મોટો પડકાર બની ગયો છે. હવે સેના આવા તમામ આતંકવાદીઓને ઠેકાણે પાડી દેવા માટે સતત ઓપરેશન ચલાવી રહી છે.






શું સુરક્ષા દળ હાઈ એલર્ટ પર છે?
આ ઘટના અંગે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે,જિલ્લાના ખાંડીપોરા વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ સર્ચ અને કોર્ડન ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો, જેનો સુરક્ષા દળોએ જડબાતોડ જવાબ આપ્યો. જણાવી દઈએ કે અમરનાથ યાત્રાને લઈને કાશ્મીરમાં સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે.


આતંકવાદીઓની કોઈપણ યોજના સફળ થાય તે પહેલા તેમને હાઈજેક કરવામાં આવી રહ્યા છે. આતંકવાદીઓએ આ વખતે પણ યાત્રાને લઈને ધમકી આપી છે, જેના માટે દરેક મોરચે તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે, અહિંયાતી મોટી માત્રામાં IED વિસ્ફોટક મળી આવ્યો છે.