પુણેઃ કોરાનાકાળમાં નોકરી ગુમાવનારા એક સિક્યોરિટી ગાર્ડે આજે યુવાનો માટે પ્રેરણા બનીને સામે આવ્યા છે. પુણેના રહેવાસી 28 વર્ષના રેવન શિંદે ચા વેચીને આજે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.


વિતેલા વર્ષે કોરોના કારણે અનેક લોકોએ નોકરી ગુમાવવી પડી હતી. રેવન શિંહે પણ એવા લોકોમાં સામેલ હતા. 28 વર્ષના રેવન એક કંપનીમાં સિક્યોરિટી ગાર્ડનું કામ કરતા હતા પરંતુ કોરોનાકાળમાં તેમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા. રેવન હતાશ ન થયા અને તેણે પોતાના અને પોતાના પરિવારનું ભરપોષણ કરવા માટે ચા વેચવાનું શરૂ કર્યું.

70 કોર્પોરેટ ઓફિસ તરફથી મળી રહ્યા છે ઓર્ડર

કોર્પોરેટ કંપનીમાં કામ કરનારતા જાણ્યું કે અહીં કામ કરનરા કર્મચારીઓમાં ચાની માગ વધારે છે. લોકડાઉનને કારણે તેમને સરળતાથી ચા મળતી ન હતી. એવામાં રેવને ‘ચલતા બોલતા ચાય’ નામથી પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું અને અલગ અલગ ઓફિસમાં ચાની ડિલીવરી શરૂ કરી.

સમયની સાથે રેવન ચાના ઓર્ડર ઓનલાઈન લેવા લાગ્યા. કહેવાય છે કે, જુલાઈ મહિના સુધી રેવનની પાસે 5થી 7 ઓફિસથી ચાના ઓર્ડ મળી રહ્યા હતા. ત્યાર બાદ રેવને પોતાનું કામને આગળ વધારવા માટે સોશિયલ મીડિયાની મદદ લીધી અને પ્રમોટ કરવાનું શરૂ કર્યું. આજે રેવનનું સ્ટાર્ટ અપ એટલું ચમકી ઉઠ્યું છે કે હવે તેની પાસે 70 કોર્પોરેટ ઓફિસમાંથી ઓર્ડર મળી રહ્યા છે.

વર્ષનું ટર્નઓવર 25 લાખ સુધી પહોંચ્યું

રેવનનું માનીએ તો એક મહિનામાં બે લાખ રૂપિયાની કમાણી કરે છે. એટલે કે વર્ષનું ટર્નઓવર અંદાજે 25 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે. રેવનની આ કહાની લોકોને પ્રોત્સાહિત કરી રહી છે.