'આતંકીઓ'ને કાનૂની સહાયતા પૂરી પાડવા સંબંધિત નિવેદનને લઈને ઓવૈસી પર દેશદ્રોહનો કેસ દાખલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Jul 2016 06:41 AM (IST)
હૈદરાબાદ: એઆઈએમઆઈએમ પ્રમુખ અને હૈદરાબાદનાં સાંસદ અસદુદ્દીન ઔવેસીની વિરુદ્ધ તેના નિવેદનને લઈને શુક્રવારનાં રોજ દેશદ્રોહનો કેસ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે તેઓએ નિવેદન આપ્યું હતું કે, એનઆઈએ દ્વારા ધરપકડ કરાયેલા આઈએસનાં આતંકી મોડ્યુલમાં સામેલ શહેરનાં 5 વ્યક્તિઓને કાનૂની સહાયતા પૂરી પાડવામાં આવશે.’ એલબી નગર ઝોનનાં પોલીસ નાયબ કમિશનર તફ્સીર ઈકબાલે જણાવ્યું હતું કે, આ કોર્ટ દ્વારા મોકલાયેલો મામલો છે. કોર્ટે આદેશ આપ્યો હતો કે સરૂર નગર પોલીસ સ્ટેશનમાં આ કેસ દાખલ કરવામાં આવે અને તે પ્રમાણે કલમ 124(એ) પ્રમાણે કેસ કરવામાં આવ્યો છે. વકીલ કે.કે. સાગરે કાલે 11માં મેટ્રોપોલિટિયન મેજિસ્ટ્રેટની અદાલતમાં એક ખાનગી ફરિયાદ દાખલ કરીને સૂચનાઓ આપવાની માગ કરી હતી કે પોલીસ આઈપીસીની કલમ 124(એ) અનુસાર કેસ દાખલ કરે. ઈકબાલે જણાવ્યું હતું કે, ‘અમે પ્રક્રિયાનું અનુકરણ કર્યા બાદ તેની તપાસ કરીશું અને ત્યારબાદ કોર્ટમાં રિપોર્ટ જમા કરીશું ’