Seema Haider Dance Video: સોશ્યલ મીડિયાથી લઈને મીડિયા ચેનલો સુધી હાલના દિવસોમાં પાકિસ્તાનથી ઘૂસણખોર બનીને ભારત આવેલી મહિલા સીમા હૈદરની ચર્ચા ચારેય બાજુ થઈ રહી છે. સીમા હૈદર તેના ચાર બાળકો સાથે નેપાળ થઈને ગેરકાયદેસર રીતે ભારત આવી છે અને જ્યારથી તે ભારત આવી છે ત્યારથી લોકો તેના વિશે કંઇકને કંઇક નવું જાણવા ઇચ્છે છે. જોકે તેને કહેલું છે કે તે ગ્રેટર નોઈડાના રહેવાસી સચિન મીનાના પ્રેમમાં ખેંચાઈને ભારત આવી છે, પરંતુ ઉત્તરપ્રદેશ એટીએસ સીમા હૈદરને શંકાની નજરે જોઈ રહી છે. હવે આ બધાની વચ્ચે સીમા હૈદરના ઠૂંમકાએ બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે, હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં સીમા હૈદર હીરોઇનોને પણ ટક્કર મારે એવો ડાન્સ કરી રહી છે, જુઓ વીડિયો....
સીમા હૈદરને લઈને ભલે ઉત્તેજનાનું વાતાવરણ હોય, પરંતુ તેના તમામ વીડિયો સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. કેટલીક જગ્યાએ સીમા હૈદર ડાન્સ કરી રહી છે તો કેટલીક જગ્યાએ કેટલાક ડાયલૉગ બોલાઈ રહ્યા છે. જો કે સચીન મીના સીમા હૈદરની સુંદરતાના દિવાનો છે, પરંતુ બીજા પણ ઘણા લોકો છે જેઓ સીમા હૈદર તરફ આકર્ષાય છે. આવામાં આ લોકો ચુપચાપ સીમા હૈદરનો ડાન્સ જુએ છે. આજે અમે તમને સીમા હૈદરનો એક એવો ડાન્સ વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ, જેને જોયા પછી તમે પણ તેનાથી પ્રભાવિત રહી શકશો નહીં.
સીમા હૈદરના ડાન્સ અને ઠૂંમકા -
સીમા હૈદરનો ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર આગની જેમ વાઈરલ થઈ ગયો છે અને ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં પાકિસ્તાનની કથિત જાસૂસ સીમા હૈદરે માધુરી દીક્ષિતના જોરદાર ગીત 'ગલે મેં લાલ ટાઇ ઔર ઘર મેં એક ચરપાઈ' પર એવો ધમાકેદાર ડાન્સ કર્યો છે કે, તમે એક સેકન્ડ માટે પણ તેના પરથી નજર હટાવી શકશો નહીં. આ જોયા પછી તમે ખુદ કહેશો કે તે કોઈ કોઇ હીરોઇને કે ડાન્સરથી કમ નથી. લોકો કહે છે કે સીમા હૈદર પ્રૉફેશનલ ડાન્સર છે. લોકો કહે છે કે ભાભીએ ધમાકેદાર ડાન્સ કરીને બધાના દિલ જીતી લીધા છે.
કેટલાક લોકો કહે છે કે જો કોઈને પ્રેમ કરવો જ હતો તો ચાર બાળકો લાવવાની શું જરૂર હતી ? કેટલાક લોકો સીમા હૈદરને પાકિસ્તાની જાસૂસ પણ કહી રહ્યા છે, જોકે સીમા હૈદરે તાજેતરમાં 15મી ઓગસ્ટની ઉજવણી ધામધૂમથી કરી હતી. તેને માત્ર તિરંગો લહેરાવ્યો જ નહીં પરંતુ અનેક ભારતીય ગીતો પર ડાન્સ કરીને દિલ જીતી લીધા.
જ્યારથી સીમા હૈદર પાકિસ્તાનના કરાંચીથી નેપાળ અને પછી નેપાળથી નોઈડા પહોંચી છે, ત્યારથી તેના વિશે ઘણી મૂંઝવણ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સીમા હૈદર ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઈડામાં ચાર બાળકો સાથે આટલા લાંબા સમયથી રહેતી હતી અને કોઈને તેની જાણ પણ નહોતી. જોકે તેમના પ્રેમની વાર્તા સંપૂર્ણપણે શંકામાં છે.
--