નવી દિલ્હી: પત્રકારત્વ છોડીને રાજકારણમાં આવેલા આશુતોષે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે. આશુતોષે પોતાનું રાજીનામું અરવિંદ કેજરીવાલને મોકલી આપ્યું છે. આશુતોષે ટ્વિટર પર પોતાના રાજીનામાંની જાહેરાત પણ કરી દીધી છે.
આનંદીબેન પટેલને રાજ્યપાલ તરીકે બીજા ક્યા રાજ્યનો હવાલો સોંપાયો, જાણો વિગત
છેલ્લા ઘણા સમયથી આશુતોષ પાર્ટીમાં બહુ ઓછા દેખાતા હતા. છેલ્લા ઘણાં દિવસથી તેઓ પાર્ટીમાં સક્રિય જોવા મળ્યા નહતાં. દરેક મુદ્દા પર ખોલીને અરવિંદ કેજેરીવાલ અને પાર્ટીનો બચાવ કરનાર આશુતોષે છેલ્લા ઘણાં સમયથી સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ નહતાં.
લાલ કિલ્લા પરથી મોદીએ પાંચમી વખત ફરકાવ્યો તિરંગો, કહ્યું- 2022 સુધીમાં ભારતનો કોઈપણ નાગરિક અંતરિક્ષમાં જઈ શકશે
અરવિંદ કેજરીવાલે જ્યારે પોતાના સાથીઓને એલજી હાઉસમાં ઘરણા કર્યા હતાં તે સમયે આશુતોષ દિલ્હીમાં જ હતાં પરંતુ તેમની તરફ એક પણ નિવેદન સામે આવ્યું નહતું. તે સમયે એવા પણ સમાચાર આવ્યા હતાં કે આશુતોષે પાર્ટી છોડી દીધી છે, પરંતુ તેમણે આ વાતનું ખંડન કર્યું હતું.
લાલ કિલ્લા પરથી PM મોદીએ પાંચમી વખત કેટલી મિનિટ કર્યું સંબોધન, જાણો ક્યારે કર્યું હતું સૌથી લાંબુ ભાષણ
2014માં આમ આદમી પાર્ટીની ટીકિટ પર દિલ્હીના ચાંદની ચોકથી લોકસભા ચૂંટણી લડનાર આશુતોષે રાજકારણમાં આવ્યા પહેલા ખાનગી ચેનલોમાં પત્રકાર પણ રહી ચૂક્યા હતાં. 2014માં બીજેપીના હર્ષવર્ધન સામે ચૂંટણીમાં પરાજય થયો હતો.
રાજીનામાંની સાથે જ આશુતોષે તે નેતાઓના યાદીમાં સામેલ થઇ ગયા છે જે પાર્ટીની સ્થાપના સમયે અરવિંદ કેજરીવાલની સાથે હતા, પણ હવે અલગ રસ્તાં પર ચાલી રહ્યાં છે. આમાં પ્રશાંત ભૂષણ, યોગેન્દ્ર યાદવ, કિરણ બેદી, કપિલ મિશ્રા, અશ્વની કુમાર, શાઝિયા ઈલ્મી, ગુરપ્રીતસિંહ ‘ધુગ્ગી’, વિનોદ કુમાર બિન્ની જેવા નેતા સામે છે. કવિથી નેતા બનેલ કુમાર વિશ્વાસ પણ પાર્ટીથી નારાજ જોવા મળી રહ્યા છે.