તેમણે સંબોધન દરમિયાન એમ પણ કહ્યું કે, કાશ્મીરમાં અમે ગોળી-ગાળથી આગળ નથી વધવા માંગતા પરંતુ ગળે લગાવીને આગળ વધવા માંગીએ છીએ. પીએમનું આ પ્રકારનું નિવેદન કાશ્મીરીઓના દિલ જીતવાની કોશિશ અને અલગતાવાદીઓમાં ભાગલા પડાવવાની નીતિ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.
પીએમે કહ્યું કે, તે જમ્મુ-કાશ્મીરમાં સમાન વિકાસ કરવા માંગે છે. અમારી સરકાર આજે પણ સૌનો સાથ-સૌનો વિકાસની નીતિ પર આગળ વધવા માંગે છે. તેમણે એમ પણ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકો પંચાયત ચૂંટણીની ઘણા લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા. અહીંથી જ્યારે પણ લોકો અમારી પાસે આવતા ત્યારે પંચાયત ચૂંટણી કરાવવાની વાત કરતા હતા. ટૂંક સમયમાં જ જમ્મુ-કાશ્મીરના લોકોને પંચાયત ચૂંટણીનો મોકો મળવા જઈ રહ્યો છે.
ગત વર્ષે સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી ગોળી-ગાળીથી નહીં પરતું ગળે લગાવીને કાશ્મીર સમસ્યાનો હલ કરવા ઈચ્છીએ છીએ તેમ કહ્યું હતું. પરંતુ આ વખતે પ્રથમ વખત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની નીતિ પર કાશ્મીર સમસ્યાને આગળ વધારવાની વાત કરી છે.