નવી દિલ્હીઃ કર્ણાટક અને કેરલના પૂર્વ રાજ્યપાલ અને પૂર્વ કાયદા મંત્રી હંસરાજ ભારદ્ધાજનું નિધન થયું છે. તે 82 વર્ષના હતા. હંસરાજ ભારદ્ધાજ 2009થી 2014 સુધી કેન્દ્રિય કાયદામંત્રી રહ્યા છે. ભારદ્ધાજ કોગ્રેસના એ નેતાઓમાં સામેલ રહ્યા છે જે હંમેશા રાહુલ ગાંધીના નેતૃત્વને લઇને સવાલ ઉઠાવતા રહ્યા છે. વર્ષ 2018માં હંસરાજે કહ્યું કે, હું રાહુલ ગાંધીને એક નેતા તરીકે સ્વીકારી શકું નહી. આ વાતને તેઓ ત્યારે જ સમજશે જ્યારે તે કોઇ પદ પ્રાપ્ત કરશે.


આ અગાઉ એપ્રિલ 2016માં હંસરાજે  રાહુલ ગાંધીના કોગ્રેસના ઉપાધ્યક્ષ રહેતા કહ્યુ હતું કે તેમને હજુ શીખવાની જરૂર છે. 2014ની લોકસભા ચૂંટણીમાં કોગ્રેસના કારમી  હાર પર હંસરાજે કહ્યુ હતું કે, ભાજપનો સામનો કરવામાં કોગ્રેસ કમજોર રહી. કોગ્રેસ અને રાહુલ ગાંધી ગ્રાઉન્ડ રિપોર્ટથી પુરી રીતે અજાણ હતા.