નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ(Coronavirus)નું સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં પરિસ્થિતિ એટલી બેકાબૂ થઈ છે કે ત્યાં રાજ્ય સરકારે કડક પગલા ઉઠાવવા પડી રહ્યા છે. કોરોનાની પરિસ્થિતિ અને 11 રાજ્યોમાં સંક્રમણ વધતા શુક્રવારે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ તમામ રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોના સચિવો, ડિજીપી અને સ્વાસ્થ્ય સચિવો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી.


ભારત સરકાર તરફથી કહેવામાં આવ્યું કે દેશના એવા 11 રાજ્ય અને કેંદ્ર શાસિત પ્રદેશ છે જ્યાં છેલ્લા વર્ષે આવેલા કોરોના(Corona)ના રેકોર્ડ કેસને પાર કરી ગયા છે અથવા તો તેની નજીક પહોંચી ગયા છે. સરકાર તરફથી સલાહ આપવામાં આવી છે કે એક્ટિવ કેસને લઈ કન્ટેઈનમેન્ટ અને દરરોજ થઈ રહેલા મોતને લઈ તાત્કાલિક પગલા ઉઠાવે. 



11 રાજ્યોમાં કોરોનાના  90 ટકા કેસ


કેંદ્રએ કોરોના સંક્રમણ દરરોજ નવા કેસ અને મોતની સંખ્યાને જોતા 11 રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોને ગંભીર ચિંતા ના રાજ્યોની કેટેગરીમાં રાખ્યા છે. આ રાજ્યોમાં છેલ્લા 14 દિવસ દરમિયાન  ( 31 માર્ચ સુધી) કોવિડ-19 કુલ કેસમાં  90 ટકા યોગદાન છે. મોત મામલે પણ 90.5 ટકા આ રાજ્યોમાંથી છે. 


કેંદ્ર સરકારે કહ્યું કે છેલ્લા બે સપ્તાહ દરમિયાન કોવિડ 19ના કેસ અને મોતની સંખ્યામાં વધારો થયા બાદ કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ 11 રાજ્યો-કેંદ્ર શાસિત પ્રદેશોને ધ્યાનમાં રાખીને તમામ રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોને મુખ્ય સચિવ, ડીજીપી અને સ્વાસ્થ્ય સચિવો સાથે બેઠક કરી. 


રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શુક્રવારે કોરોનાના 3594 નવા કેસ નોંધાયા છે, જ્યારે 14 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના વાયરસના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે પરંતુ હાલ લોકડાઉન લાગુ કરવા પર નથી વિચારી રહ્યા.


ગુજરાતમાં 2640 કેસ


ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  દરરોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યાં છે.  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના  (Coronavirus)અત્યાર સુધીના સૌથી વધુ 2640  કેસ નોંધાયા છે.  જ્યારે વધુ 11 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં છે.  કોરોના સંક્રમણને લઈ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.  રાજ્યમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 13 હજારને પાર પહોંચી ગયા છે. રાજ્યમાં 13559 એક્ટિવ કેસ છે. જ્યારે 158 દર્દીઓ વેન્ટિલેટર પર છે.