મહારાષ્ટ્રના યવતમાલના વાણીમાં 7 લોકોના મોત હેન્ડ સેનિટાઈઝર પીવાના કારણે થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે દારુની દુકાન બંધ હોવાના કારણે આ લોકોને દારુ નહોતો મળી રહ્યો એટલે તેમણે હેન્ડ સેનિટાઈઝર પીધુ હતું.



પોલીસનું કહેવું છે કે તપાસ ચાલી રહી છે. તમામ લોકો મજૂર હતા. તેમણે હેન્ડ સેનિટાઈઝર પીધુ હતું કારણ કે તેમને દારૂ નહોતો મળી રહ્યો. 


રાજ્યમાં લોકડાઉનના કારણે દારૂની દુકાનો બંધ છે. એમ કહેવાઈ રહ્યું છે શુક્રવારે મોડી રાતે યવતમાલના વણી ગામમાં 7 મજૂરોએ એક સાથે બેસીને સેનેટાઈઝર પીધું હતું. રાતે જ બધાની તબિયત બગડી ગઈ. તે પછી પરિવારના સભ્યોએ તેમને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં 7 લોકોના મૃત્યુ થયા. 



વણી પોલીસ સ્ટેશનના અધિકારી વૈભવ જાધવે કહ્યું કે મૃત્યુ પામનારાઓ બધા મજૂર હતા. તેમને દારૂ મળી રહ્યો ન હતો, તો તેમણે સેનેટાઈઝર પી લીધું. 3 મૃતકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, બાકીના 4ના સંબંધીઓએ અધિકારીઓને માહિતી આપ્યા વગર જ અંતિમ સંસ્કાર કરી દીધા છે. DMએ મામલાની તપાસના આદેશ આપ્યા છે.