વોશિંગ્ટનઃ એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, જે લોકો કોરોના વાયરસથી બચી જાય છે તેમને પણ ગંભીર બીમારીઓ અને મોત થવાનું જોખમ રહેલ છે. આ અભ્યાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, જેમને કોરોનાની સામાન્ય અસર હોય તેમને પણ આ જોખમ રહેલું છે. આ જોખમ તેમના પર આગામી 6 મહિના સુધી રહે છે. નેચર નામના જર્નલમાં આ અભ્યાસ પ્રકાશિત કરવામાં આવ્યો છે.


નેચર જર્નલમાં ગુરુવારે પ્રકાશિત રિસર્ચ સ્ટડીમાં સંશોધકોએ કહ્યું કે, આવનારા વર્ષોમાં  વિશ્વની જનસંખ્યામાં પર આ બીમારાનો મોટો બોજો પડવાનો છે. રિસર્ચના વરિષ્ઠક લેખ અને મેડિસિનના આસિસ્ટન્ટ પ્રોફેસર જિયાદ અલ-અલી કહે છે કે કોરોના સંક્રમણ હોવાનું જાણ્યાના છ મહિનાની અંદર મોતનું જોખમ ઘટતું નથી, પછી ભલે તમે કોરોનાથી સામાન્ય પ્રભાવિત થયા હોય.


રિસર્ચમાં જાણવા મળ્યું કે, કોરોના પોઝિટિવ આવ્યાના 30 દિવસ બાદ કોરોનાથી ઠીક થયેલ લોકોમાં આગામી છ મહિના સુધી સામાન્ય જનસંખ્યાના તુલામાં મોતનું જોખમ 60 ટકા વધારે હોય છે. છ મહિનામાં કોરોનાના સામાન્ય સંક્રણથી ઠીક થયેલ પ્રતિ 1000 લોકોમાં મોતના 8 કેસ વધારે મળ્યા. કોરોનાના એવા દર્દી જેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરત પડી તેમનામાં ઠીક થયા બાદ 1000 લોકો પર 29 મોત વધારે થયા.


અમેરિકાની વોશિંગ્ટન યુનિ.ના સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધકોએ કોરોના સાથે જોડાયેલી તમામ બિમારીઓની એક યાદી પણ તૈયાર કરી છે. જેમાં કોરોના મહામારીને કારણે થનારી પરેશાનીઓની એક મોટી તસ્વીર પણ ઉભરીને સામે આવી છે. સ્ટડીમાં સામે આવ્યું છે કે માત્ર શ્વાસ લેવા સાથે સંકળાયેલા રોગો સાથે જોડાયેલા વિષાણુ તરીકે સામે આવ્યા છતા કોરોના શરીરના લગભગ દરેક અંગ-તંત્રને પ્રભાવીત કરી શકે છે.


આ રીસર્ચમાં 87000 કોરોનાથી ગંભી રીતે સંક્રમિત દર્દી ઉપરાંત 50 લાખ એવા દર્દીને સામેલ કરવામાં આવ્યા જે કોરોનામાંથી રિકવર થયા હતા. આ દરમિયાન કોરોનાથી ઠીક થયેલ દર્દીમાં તેના જુદી જુદી આડઅસર પણ જોવા મળી છે. આ આડઅસરમાં શ્વાસ લેવાની સમસ્યા, અનિયમિત ધબકારા, માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને વાળ ખરવાની સમસ્યા સામલે છે.