પટણા: જેલથી બહાર નીકળતા જ બિહારના બાહુબલી નેતા શહાબુદ્દીને સીએમ નીતીશને આંખ દેખાડી દીધી છે. 11 વર્ષ પછી જેલની બહાર આવનાર શહાબુદ્દીને સ્પષ્ટ કહ્યું કે નીતીશ કુમાર પરિસ્થિતિઓના નેતા છે અને તે તેમના નેતા નથી. તેની સાથે શહાબુદ્દીને કેમરાની સામે સ્પષ્ટ કહ્યું છે કે લાલૂ યાદવ જ તેમના નેતા છે. તેના પર બિહારના સીએમ નીતીશ કુમારની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. નીતીશે કહ્યું કે, મારા માટે આ વાતો કોઈ મહત્વ રાખતી નથી.
શહાબુદ્દીને કહ્યું કે આખો દેશ જાણે છે કે તેઓ કોની સાથે હતા અને કોની સાથે રહેશે. શહાબુદ્દીને એ પણ સ્પષ્ટ કર્યું છે કે 11 વર્ષથી એક પણ પબ્લિક મીટિંગ કરી શક્યા નથી. મારા માટે જનતા અને મારું ગામ આટલે દૂર છે, છતાં પણ મારા માટે આટલી ભીડ જામી છે.
નીતીશ કુમાર પર કરવામાં આવેલી આ ટિપ્પણીને લઈને બિહારમાં રાજનીતિ ફરી એકવખત તેજ થઈ રહી છે. બીજેપી આ સાથે સીધો નીતીશ કુમાર ઉપર હુમલો કરી દીધો છે. જ્યારે આરજેડી બાહુબલીના નિવેદન ઉપર કાયમ છે અને નીતીશની પાર્ટી જેડીયૂ તરફથી કોઈ ખાસ પ્રતિક્રિયા સામે આવી રહી નથી.