મુંબઇઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે ફરી એકવાર કહ્યુ કે ભાજપ અને એનસીપીના ગઠબંધનની સરકાર આગામી પાંચ વર્ષ સુધી રાજ્યમાં સ્થિર સરકાર આપશે. આ સાથે જ તેમણે કહ્યું કે, તે એનસીપીમાં છે અને હંમેશા એનસીપીમાં જ રહેશે અને શરદ પવાર સાહેબ અમારા નેતા છે. અજિત પવારે થોડી મિનિટોમાં જ અનેક ટ્વિટ કર્યા હતા. તેમણે વડાપ્રધાન મોદીના ટ્વિટનો જવાબ આપતા કહ્યુ હતું કે, તે મહારાષ્ટ્રમાં સ્થાયી સરકાર આપશે.


અજિત પવારે કહ્યું કે, હું એનસીપીમાં છું અને રહીશ. શરદ પવાર અમારા નેતા છે. અમારું ભાજપ અને એનસીપી ગઠબંધન મહારાષ્ટ્રમાં આગામી પાંચ વર્ષ સુધી સ્થિર સરકાર આપશે. આ સરકાર રાજ્ય અને લોકોના કલ્યાણ માટે ગંભીરતાથી કામ કરશે.


અજિત પવારે એક અન્ય ટ્વિટમાં લખ્યું કે, અહી ચિંતા કરવાની કોઇ જરૂર નથી. અહી બધુ ઠીક છે. જોકે, થોડી ધીરજ રાખવાની જરૂર છે. તમારા સમર્થન માટે સૌ કોઇનો આભાર માનું છું. અજિત પવારે ટ્વિટર પર વડાપ્રધાન મોદી, અમિત શાહ સહિતના ભાજપના નેતાઓનો આભાર માન્યો હતો.