નવી દિલ્હીઃ ઝારખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઇને કોગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ચૂંટણી પંચના મતે ઝારખંડમાં 81 બેઠકો પર પાંચ તબક્કામાં મતદાન થશે. 2019 વિધાનસભા ચૂંટણી ઝારખંડમાં ચોથી વખત વિધાનસભા ચૂંટણી થશે. આ અગાઉ 2005,2009 અને 2014માં વિધાનસભા ચૂંટણી થઇ ચૂકી છે.


કોગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું કે, જો તેમની સરકાર બની તો ખેડૂતોને બે લાખ રૂપિયાની લોનને માફ કરી દેવામાં આવશે. યુવાઓને રોજગાર ભથ્થુ આપવામાં આવશે. તે સિવાય તમામ ઘરમાં એક નોકરી આપવામાં આવશે. ચૂંટણી ઢંઢેરામાં વચન આપવામાં આવ્યું છે કે સરકારી નોકરીના ખાલી પદ છ મહિનામાં ભરવામાં આવશે. સાથે જ અનાજ ખરીદી પર સરકાર ખેડૂતોને 2500 રૂપિયા આપશે. લઘુ વન ઉપજ માટે કાયદો લાવવામાં આવશે.

સરકારી કામ માટે ઓફિસોનું ચક્કર લગાવવું નહી પડે કારણ કે ડોર ટૂ ડોર કાગળો પહોંચાડવામાં આવશે. પેટ્રોલ-ડિઝલની સાથે ઘરેલુ વિજળીના દરમાં પણ ઘટાડો કરાશે. પ્રાઇવેટ સ્કૂલોની એક ફિસ નક્કી કરી રાંચી, ધનબાદ અને જમશેદપુરમાં મેટ્રો માટે પ્રસ્તાવ મોકલવામાં આવશે. મહિલાઓ માટે કાયદાકીય સહાયતા માટે વુમન હેલ્પલાઇન ખોલાશે. ભીંડની હિંસા પર કડક કાયદો બનાવાશે.