નવી દિલ્હી:એનસીપીના સુપ્રીમો શરદ પવારે સોમવારે કહ્યું કે, 2019ની ચૂંટણીમાં જે પાર્ટી વધારે બેઠકો મેળવશે તેની જ પાર્ટીના પ્રધાનમંત્રી પદ માટે દાવો કરશે. શરદ પવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના તે નિવેદન પર પણ ખુશી વ્યક્ત કરી કે, જેમાં તેમને કહ્યું હતું કે, તેઓ પ્રધાનમંત્રી બનવાનો સ્વપ્ન જોઈ રહ્યાં નથી.


શરદ પવારે કહ્યું, ચૂંટણી થઈ જવા દો, બાદમાં આપણે એકસાથે બેસશું. જે પાર્ટીના વધારે સાંસદ હશે તે પાર્ટી પ્રધાનમંત્રી પદ પર દાવો કરી શકે છે.

તેમને મુંબઈમાં પાર્ટીની બેઠકમાં કહ્યું, "હું તે વાતથી ખુશ છું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ કહ્યું તેઓ પીએમ પદની રેસમાં નથી. રાહુલ ગાંધીએ રવિવારે કહ્યું હતુ કે, તેઓ પીએમ બનાવાના સપના જોઈ રહ્યાં નથી.

રાહુલ ગાંધીએ કહ્યું હતું. હું પોતાને એક વૈચારિક લડાઈ લડનારના રૂપમાં જોવું છું અને આ પરિવર્તન મારા અંદર 2014 પછી આવ્યું છે. મે અનુભવ્યું કે, જે રીતની ઘટનાઓ દેશમાં થઈ રહી છે તેનાથી ભારત અને ભારતીયોને ખતરો છે. મારે આનાથી દેશની રક્ષા કરવી છે.