પટના: પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા ભાજપાના સાંસદ અને જાણીતા અભિનેતા શત્રુઘન સિંહાએ નોટબંધી મુદ્દે મૌન તોડી કાળા નાણાં પર મોદી સરકારના આ નિર્ણયને સાહસિક અને બુધ્ધિમતાપૂર્ણ પગલું ગણાવ્યું છે. સાથે તેમણે આ યોજનામાં પડતી મુશ્કેલી પર નિરાશા પણ વ્યક્ત કરી હતી.
પટના સાહિબથી ભાજપા સાંસદ શત્રુઘન સિંહાએ સોશ્યલ સાઈટ ટ્વિટર પર લખ્યું કે હુ તેજ તરાર પ્રધાનમંત્રીનું સમ્માન કરુ છું. કાળા નાણાં પર અંકુશ લાવવા માટે પ્રધાનમંત્રી ખરા સમયે સાચે નિર્ણય લીધો છે. કાળા નાણાં પર અંકુશ લાવવા માટે આ સાહસિક પગલું છે.
બીજા એક ટ્વીટમાં શત્રુઘને લખ્યું ફરિવાર પ્રધાનમંત્રીને બઘાઈ આપી તેમને સલામ કરૂ છું. પરંતુ હું અમારી ટીમમાં જોડાયેલા કેટલાક લોકોની કમજોર યોજના અને અગવડતાથી હેરાન છું. આપણે આમ આદમીને નુકશાન પહોંચાડ્યા વગર યોજનાઓ લાગુ કરવા માટે તૈયાર રહેવું જોઈએ. આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણા જે મતદારો છે તે વધારે પડતા ગરીબ લોકો છે.
ભાજપા સાંસદે લખ્યું આટલા લાંબા સમય બાદ લોકોને રાહત મળે તેવી જાહેરાત કરવામાં આવી છે.
અન્ય એક ટ્વીટમાં સાંસદે કહ્યું કે આપણી માતાઓ અને બહેનો દ્વારા જમા કરવામાં આવેલા પૈસાને કાળાનાણા, આતંકવાદ સાથે જોડી ન શકાય આ પૈસા પરિવારના ભવિષ્ય માટે જમા કરવામાં આવે છે.