Rajan Vichare Shiv Sena Chief Whip: ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાએ બુધવારે સાંસદ ભાવના ગવલીની જગ્યાએ રાજન વિચારેને લોકસભામાં પક્ષના મુખ્ય દંડક તરીકે નિયુક્ત કર્યા છે. આ માહિતી શિવસેનાના નેતા સંજય રાઉતે આપી હતી. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીને લખેલા પત્રમાં રાઉતે જણાવ્યું હતું કે, તમને જાણ કરવામાં આવે છે કે શિવસેના સંસદીય દળે રાજન વિચારે, સાંસદ (લોકસભા)ને ભાવના ગવલી, સાંસદ (લોકસભા)ના સ્થાન પર લોકસભામાં તાત્કાલિક અસરથી ચીફ વ્હીપ નિયુક્ત કરવામાં આવે છે.
ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાએ આ ફેરફાર એવા સમયે કર્યો છે જ્યારે એવી ચર્ચા છે કે ધારાસભ્ય પછી હવે પાર્ટીના અડધાથી વધુ સાંસદો શિંદે જૂથમાં જોડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સંસદમાં શિવસેનાના 18 સાંસદો છે. સંજય રાઉત શિવસેના સંસદીય દળના નેતા છે. ગવલી મહારાષ્ટ્રમાં યવતમાલ-વાશિમ લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ શિવસેનાના એવા સાંસદોમાંના એક છે જેમણે એકનાથ શિંદેની આગેવાની હેઠળના બળવા વચ્ચે શિવસેનાએ બીજેપી સાથે ફરીથી જોડાણ કરવું જોઈએ એવું સૂચન કર્યું હતું.
ભાવના ગવલીને આ પદ પરથી હટાવવા પર તેમની તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જો કે, અગાઉ તેમણે એકનાથ શિંદે જૂથને લઈને નિવેદન આપ્યું હતું કે શિવસેના પ્રમુખે હિન્દુત્વની માંગ પર ધ્યાન આપવું જોઈએ. હાલમાં શિંદે અને ઠાકરેના નેતૃત્વમાં બંને પક્ષો માત્ર બાળાસાહેબ ઠાકરેના વારસા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં નથી. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવના એક દિવસ પછી એકનાથ શિંદે કેમ્પે કહ્યું હતું કે વ્હીપનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
ધારાસભ્યો પૈસાથી હાઇજેક ન થઇ શકેઃ સંજય રાઉત
પ્રેસ કોન્ફરન્સમાં સંજય રાઉતે આરોપ લગાવ્યો હતો કે બળવાખોર ધારાસભ્યોને પૈસાના આધારે ખરીદવામાં આવી રહ્યા છે. શિવસેના બાળાસાહેબ ઠાકરેની છે, બીજાની નથી. તમે તેને પૈસાથી હાઇજેક કરી શકતા નથી. અગાઉ રાઉતે કહ્યું હતું કે અમને હજુ પણ આશા છે કે આ ધારાસભ્યો પાછા આવશે. અમે હંમેશા બળવાખોરો સાથે વાતચીત કરતા હતા, તેઓ અમારા લોકો છે, પાછા આવશે.