મુંબઈ: શિવસેનાનાં સસંદ સજય રાઉતની તબીયત લથડી છે. તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સંજય રાઉત શિવસેનાનાં દિગ્ગજ અને મોટા કદનાં નેતામાં સામેલ છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનાં પરિણામ પછી સંજય રાઉત ભાજપ પર બહોળા પ્રમાણમાં શાબ્દિક પ્રહાર કર્યા છે. સંજય રાઉત શિવસેનાનાં મુખપત્ર સામનાનાં કાર્યકારી એડિટર છે.


શિવસેના પાસે સાંજે 7.30 વાગ્યા સુધીમાં સરકાર બનાવવા માટે  પોતાનો દાવો રજૂ કરવાનો સમય છે. સંજય રાઉતની તબિયત એવા સમયે લથડી છે કે જ્યારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શિવસેનાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે.

મહારાષ્ટ્રમા કોની સરકાર બનશે તેને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. એનસીપી સુપ્રીમો શરદ પવાર અને શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુંબઈની હોટલમાં બેઠક મળી હતી.