મુંબઈ: મહારાષ્ટ્રનો રાજકીય જંગ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. શિવસેના- કૉંગ્રેસ અને એનસપીએ દેવેન્દ્ર ફડણવીસના મુખ્યમંત્રી અને અજીત પવારના નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેવાના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રિટ દાખલ કરી છે. શિવસેનાએ પોતાની અરજીમાં માંગ કરી છે કે રાજ્યપાલે દેવેન્દ્ર ફડણવીસને સરકાર બનાવવા માટે આપેલા આમંત્રણના આદેશને રદ કરવામાં આવે. રવિવારે સવારે 11.30 વાગ્યે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.
શિવસેનાએ માંગ કરી છે કે સુપ્રીમ કોર્ટ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી એનસીપી, કૉંગ્રેસ અને શિવેસનાના ગઠબંધનને સરકાર બનાવવા માટે આમંત્રણ આપે. શિવસેના, કૉંગ્રેસ અને એનસીપીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને 154 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટને તાત્કાલિક, શક્ય હોય તો રવિવાર સુધી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીને ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપવાની અપીલ કરી છે. અરજીકર્તાએ પ્રોટેમ સ્પીકરની નિમણૂંક, ધ્વનિમતની જગ્યાએ ડિવિઝન ઑફ વૉટ દ્વારા તત્કાલ ફ્લૉર ટેસ્ટ અને તેની વીડિયોગ્રાફી કરવાની માંગ કરી છે.મહારાષ્ટ્રનો રાજકીય જંગ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, શિવસેના-NCP-કૉંગ્રેસે ફડણવીસના શપથ વિરુદ્ધ અરજી દાખલ કરી
abpasmita.in | 23 Nov 2019 07:43 PM (IST)