નવી દિલ્લીઃ 500 અને 1000 નોટ પર પ્રતિબંધ લગાવવાને લઇને હવે એનડીએ સરકાર પર તેમના સાથી પક્ષ શિવસેનાએ સવાલ ઉઠાવ્યો હતો. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મોદી સરકાર પર નિશાન સાધતા જણાવ્યુ હતું કે, મન કી બાત થઇ ગઇ છે. હવે ધન કી બાત થઇ ગઇ પરંતુ સામાન્ય પ્રજાને કોણ સાંભળશે.


શિવસેનાના  વડા ઉદ્ધવ ઠાકરેએ સરકારને પૂછ્યુ હતું કે શું સાચે જ કાળુ ધન બહાર આવ્યું છે. તેમણે કહ્યું કે, સરકારે કોઇ પણ પ્રકારની અગાઉની તૈયારી વિના નિર્ણય લીધો છે. જો પ્રજા સર્જીકલ સ્ટ્રાઇક કરશે તો સરકારને ભારે પડશે.

દેશની પ્રજાને રસ્તા પર લાવીને મોદી જાપાન ચાલ્યા ગયા છે. તેમણે કાળા નાણા લાવવા માટે સ્વિઝરલેન્ડ જવું જોઇએ. સરકાર પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, જે પાકિસ્તાનમાંથી આ નકલી નોટો આવી રહી છે તેના પર કાર્યવાહી કેમ કરી રહી નથી.