મધ્યપ્રદેશ: શિવરાજ સિંહ ચૌહાણે આપી અધિકારીઓને ચેતવણી, એક-એકનો હિસાબ લેવામાં આવશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Mar 2020 09:07 PM (IST)
મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે મધ્યપ્રદેશ સરકારને ખબર છે કે તેમની પાસે બહુમતી નથી પરંતુ સતત સંવૈધાનિક પદો પર નિમણૂક કરી રહી છે.
ભોપાલ: મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે મધ્યપ્રદેશ સરકારને ખબર છે કે તેમની પાસે બહુમતી નથી પરંતુ સતત સંવૈધાનિક પદો પર નિમણૂક કરી રહી છે. કેટલાક અધિકારીઓ તેમના કહેવા પર કામ કરી રહ્યા છે, હું આજે તેમને ચેતવણી આપવા માંગુ છુ એક-એકની યાદી બનાવી રહ્યો છું, એક-એકનો હિસાબ લેવામાં આવશે. આ પહેલા શિવરાજ સિંહે રાજ્યપાલને માંગ કરી હતી કે તેઓ અલ્પમત સરકારની તરફથી છેલ્લા 3 દિવસોમાં કરવામાં આવેલા નિર્ણયો પર રોક લગાવે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે મધ્યપ્રેદશની સરકાર પાસે બહુમતી નથી. આ સરકાર રાજ્યપાલના કહેવા છતા બહાના બનાવી બહુમત પરિક્ષણ કરવાથી બચી રહી છે. ભાજપે રાજ્યપાલને કહ્યું સરકાર પાસે બહુમત નથી. ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા ત્રણ દિવસો દરમિયાન કમલનાથ સરકાર દ્વારા કરવામાં આવેલી ટ્રાન્સફર, પોસ્ટિંગના નિર્ણયોને રદ્દ કરવાની માંગ કરી છે. મધ્યપ્રદેશમાં ફ્લોર ટેસ્ટની માંગ માટે ભાજપે સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે તમામ પક્ષોને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે સ્પીકર, મુખ્યમંત્રી અને વિધાનસભાના મુખ્ય સચિવને નોટિસ ફટકારી છે.