નવી દિલ્હી: કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપને જોતા સેન્ટ્રેલ રેલવેએ 22 ટ્રેનોને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સેન્ટ્રલ રેલવેના આ નિર્ણયના કારણે 22 લો વ્યવસાયી 22 ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. સેન્ટ્રલ રેલ્વે બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલી એક નોટિસ અનુસાર, કેટલીક ટ્રેનોને સંપૂર્ણ રદ કરવામાં આવી છે, તો અન્ય ટ્રેનની ફિક્વન્સી ઓછી કરવામાં આવી છે.




મંગળવારે સેન્ટ્રલ રેલ્વે અને વેસ્ટર્ન રેલ્વેએ રેલ્વે સ્ટેશનો પર ભીડને અટકાવવા પ્લેટફોર્મ ટિકિટની કિંમત 10 રૂપિયાથી વધારીને 50 રૂપિયા કરી દીધી છે. આ મુંબઇ, પુના, ભુસાવલ, નાગપુર અને સોલાપુર વિભાગના તમામ મોટા સ્ટેશનો પર કરવામાં આવ્યું છે.

સેન્ટ્રલ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સ્ટેશનના કદના આધારે કિંમત અલગ-અલગ હશે, પરંતુ મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) જેવા મોટા સ્ટેશનો પર તે 50 રૂપિયા હશે, એમ સેન્ટ્રલ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું.



પશ્ચિમ રેલવે મંડળના જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ જણાવ્યું કે, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખી મંગળવારથી અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, ભુજ, મહેસાણા, વીરમગામ, મણિનગર, સામખિયાળી, પાટણ, ઊંઝા, સિદ્ધપુર, સાબરમતી સહિત મોટા રેલવે સ્ટેશનો પર ભીડ ઓછી કરવા ટિકિટનો દર 10 રૂપિયાથી વધારીને 50 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ વધારો અસ્થાયી છે. રેલવે સ્ટેશનો પર લોકો કારણ વગર ભેગા ન થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.

કોરોનાના ડરથી રેલવે મેનેજમેન્ટે તમામ ડિવિઝનમાં કોચને અંદરથી પૂરી રીતે સ્વચ્છ કરવાનો આદેશ આપ્યો છે. રેલવેએ તમામ કોચને લાઇઝોલ જેવા કીટનાશકોથી ચોખ્ખા કરવા જણાવ્યું છે. આ ઉપરાંત ઈએમયુ અને ડેમો કોચમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. ટ્રેનના તમામ કોચમાં પૂરતી માત્રામાં લિક્વિડ સોપનો સ્ટોક રાખવા પણ જણાવ્યું છે.