BHOPAL : કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ અને કોંગ્રેસ પર પ્રહાર કરતા માધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે મોટું નિવેદન આપ્યું છે. જનતા પાસેથી સમર્થન મેળવવા અને ચૂંટણી પ્રચાર માટે ભાજપના ઉમેદવારોની તરફેણમાં સીધી પહોંચેલા શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસનું આતંકવાદીઓ સાથે જોડાણ જણાવ્યું.


કોંગ્રેસ અને આતંકવાદ એક બીજાના પૂરક : શિવરાજ 
શિવરાજ સિંહે કહ્યું કે કમલનાથ આ દિવસોમાં આતંકવાદીઓના રસ્તે ચાલી રહ્યા છે. અધિકારીઓ અને કર્મચારીઓને ધમકીઓ આપી રહ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ બી.ડી.શર્માએ પણ આકરા પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસીઓના લોહીમાં અંગ્રેજોના DNA  છે.


શિવરાજસિંહે કહ્યું કે આતંકવાદ અને કોંગ્રેસ વચ્ચે સીધો સંબંધ રહ્યો છે. ઈતિહાસ પર નજર કરીએ તો દેશમાં આતંકવાદી પ્રવૃતિઓ વધી છે તો કોંગ્રેસને કારણે જ વધી છે. આતંકવાદ અને કોંગ્રેસ એકબીજાના પૂરક છે.


કમલનાથ પણ આતંકવાદી જેવા થઇ ગયા :  શિવરાજ 
શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે આજકાલ કમલનાથ પણ આતંકવાદી જેવા થઈ ગયા છે. તે અધિકારીઓ અને કર્મચારીઓને ધમકાવી રહ્યાં  છે. ગઈકાલે ધમકી આપી હતી આજે પણ ધમકી આપી છે. તેમણે કહ્યું કે તમે જ્યારે કમલનાથ મુખ્યમંત્રી હતા ત્યારે પણ અધિકારીઓને ધમકાવતા હતા અને અપમાનિત કરતા હતા હવે મુખ્યમંત્રી નથી, છતાં પણ એ જ કામ કરી રહ્યા છે. દોરડું બળી ગયું પણ બળ ન ગયું.


અજમેર પર આ વાત કહી
શિવરાજસિંહે કહ્યું કે તમામ ધર્મના લોકો અજમેર શરીફ જાય છે, અમે તમામ ધર્મોનું સન્માન કરીએ છીએ. આતંકવાદીઓ મારી નાખવાની ધમકી આપે છે અને કોંગ્રેસ આતંકવાદીઓને બચાવવાનું કામ કરે છે. અમે આતંકવાદીઓ અને દેશના દુશ્મનોને બિલકુલ સહન નહીં કરીએ. અમારા માટે રાષ્ટ્ર સર્વોપરી છે. અમે મા ભારતીની સેવા માટે સર્વસ્વ બલિદાન આપવા તૈયાર છીએ.