Train Hit Truck In Bidar: ઇન્ટરનેટ પર અકસ્માતના વીડિયો વાયરલ થતા હોય છે. આવા ખતરનાક અકસ્માતના વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. સોશિયલ મીડિયા આવા વીડિયોથી ભરેલું છે. કાર અને બાઇક અકસ્માતના વીડિયો સામાન્ય બની ગયા છે પરંતુ હાલમાં જ ટ્રેન અને ટ્રકના અકસ્માતનો એક વીડિયો ખૂબ જ વાયરલ થયો છે.


ઈન્ટરનેટ પર વાયરલ થતા આવા જ એક ભયાનક અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો રેલવે ટ્રેક પર ઉભેલી ટ્રકને ટક્કર મારતી ટ્રેનનો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.


ટ્રેને ટ્રકને ટક્કર મારીઃ
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ટ્રક રેલવે ફાટક પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન અચાનક ટ્રક રેલવેના પાટા વચ્ચે ફસાઈ જાય છે. હવે આ દરમિયાન જ એક ટ્રેન પુર ઝડપે તે રેલ્વે ટ્રેક પર પસાર થાય છે. જો કે, ટ્રેનના પાયલટને ધ્યાન આવે છે કે, ટ્રક ફાટક વચ્ચે ફસાઈ ગઈ છે તેથી તે ટ્રેનની સ્પિડ ધીમી કરવાનો પ્રયાસ કરે છે. આમ છતાં ટ્રેનની સ્પિડ એટલી બધી હોય છે કે, તે ટ્રક સાથે અથડાઈ જાય છે. ટ્રેનની જોરદાર ટક્કરથી ટ્રક ઉડીને દૂર પડે છે. જોકે ટ્રેન થોડે દૂર ગયા પછી થોભી જાય છે.






કર્ણાટકમાં અકસ્માતઃ
ન્યૂઝ એજન્સી ANIએ આ ટ્રક અકસ્માતનો વીડિયો ટ્વીટ કર્યો છે. ANI અનુસાર, કર્ણાટકના બિદરમાં ભાલકી ઈન્ટરસેક્શન પર આજે સવારે (7 જુલાઈ) એક ટ્રેન એક ટ્રક સાથે અથડાઈ હતી. જો કે આ અકસ્માદની ઘટનામાં સદ્ભાગ્યે કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી.