મુંબઈઃ શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર પલટવાર કર્યો છે. અમિત શાહે બે દિવસ પહેલા કોકણમાં દાવો કર્યો હતો કે અમે ભાજપ-શિવસેનાની વચ્ચે અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી બનાવવાનું કોઈ વચન આપ્યું ન હતું. હવે શિવસેનાએ અમિત શાહના આ નિવેદન પર કટાક્ષ કરતાં કહ્યું કે, તમારાથી તો કોકણના ભૂત પણ નથી ડરતા.


દેશની સમસ્યાઓના સમાધાન પર ધ્યાન આપે અમિત શાહ- શિવસેના

સામનાના તંત્રી લેખમાં શિવસેનાએ કહ્યું, ‘શિવસેના પણ જે કરે છે તે છાતી ઠોકીને કરે છે. એવું ન હોત તો કોંગ્રેસ, એનસીપીની સાથે ખુલીને સત્તા સ્થાપિત ન કરી હતો. હમે સંતાઈને અંધારમાં કંઈ નથી કરતા. જે દેવેન્દ્ર ફડણવીસે અડધી રાત્રે શપથ લઈને કર્યું હતું.‘ શિવસેનાએ લખ્યું, ‘દેશની સામે અનેક ગંભીર સમસ્યા છે અને દેશના ગૃહમંત્રીએ એ સમસ્યાના સમાધાન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.’

કોકણની ધૂળમાં અમિત શાહે ઉડાઉ વાતો કરી- શિવસેના

અમિત શાહના ‘શિવસેનાનું અસ્તિત્વ ખત્મ કરવા’ના નિવેદન પર શિવસેનાએ કહ્યું, ‘ગૃહમંત્રીએ કોકણની ધૂળમાં વધુ એક ઉડાઉ વાત કરી હતી. શિવસેનાના અસ્તિત્વને ખત્મ કરવાની વાત જેમણે કરી તેમની અર્થી મહારાષ્ટ્રએ શ્મસાનમાં પહોંચાડીને તેમનું જીવતે જીવ શ્રાદ્ધ કર્યું છે એવો મહારાષ્ટ્રનો ઈતિહાસ રહ્યો છે. ઉલટું જો શિવસેના તમારા રસ્તે ચાલી હોત તો આજેનો સ્વર્ણ કળશ ક્યારેય પણ જોવા મળ્યો ન હોત.’

શિવસેનાએ રાજ્યપાલ પર પણ કટાક્ષ કર્યો

શિવસેનાએ કહ્યું, ‘મહારાષ્ટ્રની સરકારને અસ્થિર કરવા માટે દરેકશક્ય પ્રયત્ન કરવામાં આવ્યા અને હજુ પણ થઈ રહ્યા છે, જે નિષ્ફળ જશે. આ પ્રયત્નોથી બંધારણીય પદ પર બેઠેલ રાજ્યપાલનો તિરસ્કાર કરવામાં આવ્યો. મહાવિકાસ અઘાડી સરકાર દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવેલ બાર ધારાસભ્યોની નિમણુક રોકવામાં આવી. મતલબ સરકારના પ્રાણ તડફડશે, એવું જેમને લાગે છે તે ભ્રમમાં છે. આ તમામ પ્રયત્નોથી તમારું જ વસ્ત્રહરણ થયું છે. તમારી નાગાઈથી કોકણના ભૂત પણ નથી ડરતા.’