મુંબઈ: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારે પ્રથમ ઝટકો લાગ્યો છે. શિવસેનાના રાજ્યમંત્રી અબ્દુલ સતારે રાજીનામુ આપી દીધુ છે. હાલમાં જ 30 ડિસેમ્બરના મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણ થયું હતું. રાજીનામાનું કારણ હાલ સ્પષ્ટ નથી. સૂત્રોની જાણકારી મુજબ મંત્રી બનાવવાને લઈને ચાલી રહેલા રાજકારણથી નારાજ હતા. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તેમને મનાવવા વરિષ્ઠ નેતાઓને મોકલ્યા છે.


શિવસેનાના ધારાસભ્યો જ્યારે હોટલમાં રોકાયા હતા ત્યારે સતાર તેમને લીડ કરતા હતા. અન્ય ધારાસભ્યો મીડિયા સાથે વાત કરવાથી દૂર ભાગતા હતા ત્યારે સતાર મીડિયા સામે ખુલીને બોલી રહ્યા હતા. જેના કારણે તેમને નવી ઓળખ મળી હતી અને તેઓ નેશનલ ન્યૂઝમાં છવાયેલા રહ્યા હતા. 30 ડિસેમ્બરે ઉદ્ધવ ઠાકરે સરકારનું કેબનેટ વિસ્તરણ થયું હતું. તે વખતે અબ્દુલ સત્તારે પદ અને ગોપનીયતાના શપથ લીધા હતાં.

કૉંગ્રેસ પાર્ટીમાં પૂર્વ મંત્રી રહેલા સતાર 2019માં કોંગ્રેસ છોડી શિવસેનામાં સામેલ થયા હતા. સત્તારના સિલ્લોડ વિધાનસભાથી સતત ત્રીજીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં છે. વર્ષ 2009 અને 2014માં તેઓ કોંગ્રેસ પાર્ટીથી ધારાસભ્ય રહ્યાં હતાં. વર્ષ 2019માં સત્તાર શિવસેનાની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા.