શિવસેના નેતા સંજય રાઉતે મીડિયા સાથે વાત કરતાં કહ્યું છે કે, ગઈ કાલે સાંજે નવ વાગ્યા સુધી અજીત પવાર અમારી સાથે હતા અને અચાનક ગાયબ થઈ ગયા. તેઓ હંમેશા નજર સાથે નજર મેળવીને વાત નહોતા કરી રહ્યા. જે વ્યક્તિ પાપ કરવા જતા હોય તે હંમેશા પોતાની નજર નીચી જ રાખે છે. તેઓ હંમેશા નજર નીચી રાખીને વાત કરતાં હતા.
સંજય રાઉતે કહ્યું કે, અજિત પવાર ગઈ કાલે બેઠક દરમિયાન વકીલને મળવાના બહાને બહાર ગયા હતા. તેમણે સત્તા અને પૈસાના દમ પર આખો ખેલ પાર પાડ્યો છે. અજીત પવાર અને તેમના સાથીયોએ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજીનું અપમાન કર્યું છે. સંજય રાઉતે કહ્યું ઉદ્ધવ ઠાકરેએ શરદ પવાર સાથે વાતચીત કરી છે.
સંજય રાઉતે કહ્યું, છેલ્લા સમય સુધી અજીત પવાર અમારી સાથે હતા. અજીત પવારે શરદ પવારને દગો આપ્યો છે. અજીત પવારની ઈડીની તપાસનો ડર હતો એટલે એમણે રાતોરાત ભાજપને સપોર્ટ આપ્યો છે. સંજય રાઉતે એવું પણ કહ્યું કે, રાજ્યપાલ પણ આ સમગ્ર કાવતરામાં સામેલ છે.