આ વાયરલ અહેવાલ માટે સરકારે સ્પષ્ટતા કરી છે. પીઆઈબી ફેક્ટ ચેકે તેને ફેક ન્યૂઝ ગણાવ્યા છે. પીઆઈબીએ પોસ્ટ દ્વારા કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધી બેરોજગાર યોજના નથી ચલાવવામાં આવતી. વાયરલ થઈ રહેલ સમાચાર ખોટા છે, તેના પર ધ્યાન ન આપો.
કોરોના વાયરસ મહામારી દરમિયાન ફેક સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ રહ્યા છે, જેથી લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે. ડિજિટલ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલ આ ફેક સમાચારની તપાસ કરીને સરકારે ફેક સમાચારનો પ્રસાર અટકાવવા માટે અનેક પહેલ કરી છે. ફેક સમાચાર પર નિયંત્રણ લાવવા માટે સરકારે લોકોને આવા ખોટા સમાચાર પર વિશ્વાસ ન કરવાનો આગ્રહ કર્યો છે.
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી/સ્કીમ્સ/વિભાગ/મંત્રાલયોને લઈને ખોટી જાણકારીને ફેલાતી રોકવાનું કામ કરે છે. સરકાર સાથે જોડાયેલ કોઈપણ પણ સમાચાર સાચા છે કે ખોટા એ જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે.
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ