નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. આજે દેશમાં પ્રથમ વખત ચાર લાખથી વધારે કેસ નોંધાયા હતા. ભારતમાં કોરોના સંક્રમણની ચેન તોડવા માટે થોડા સપ્તાહ માટે દેશને બંધ કરવાની જરૂર છે. લોકડાઉન (Lockdown) લાગુ કરવાથી કોવિડ પર ઘણા અંશે નિયંત્રણ મેળવી શકાય છે તેમ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેનના મુખ્ય ચિકિત્સા સલાહકાર ડો. એંથની એસ ફૌસીએ (Dr Anthony fauci) કહ્યું હતું.
અંગ્રેજી અખબાર ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યૂમાં ડો. એંથની ફૌસીએ કહ્યું, ભારતમાં જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે, લોકો હોસ્પિટલોમાં ઓક્સીજન અને બેડ માટે પરેશાન થઈ રહ્યા છે, દવાઓના કાળા બજાર થઈ રહ્યા છે, લોકો લાચાર નજરે પડી રહ્યા છે તેને લઈ લોકોને કઈં સમજમાં આવતું નથી. બેકાબૂ થઈ રહેલા કોરોનાના કારણે હાલ ભારતે મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડી રહ્યું છે. આ સ્થિતિમાં દેશમાં મહામારી પર નિયંત્રણ મેળવવા માટે થોડા સમય માટે લોકડાઉન લગાવવાની જરૂર છે.
તેમણે દેશમાં રસીકરણ વેગીલું બનાવવા પર ભાર મૂક્યો હતો. ડો. ફૌસીએ કહ્યું, થોડા સપ્તાહ પહેલા જો રસીકરણ અભિયાન શરૂ કર્યું હોત તો ઘણા અંશે તેના પર અંકુશ મેળવી શકાયો હતો. કારણકે હાલ ભારતમાં અફડા તફડાની માહોલ છે. લોકો સડકો પર ઓક્સિજન સિલિન્ડર લઈને દોડી રહ્યા છે. હોસ્પિટલમા દાખલ થવા લાંબી લાઈનો લાગી છે. ડો. ફૌસીએ એમ પણ જણાવ્યું કે, ભારતમાં મેડિકલ ઓક્સિજન માટે મહામારી છે. આ માટે કમીશન બનાવવાની જરૂર છે.
દેશમાં પ્રથમ વખત નોંધાયા 4 લાખથી વધુ કેસ
દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. આજે દેશમાં પ્રથમ વખત ચાર લાખથી વધારે કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,01,993 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3523 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,99,988 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- એક કરોડ 91 લાખ 64 હજાર 969
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 56 લાખ 84 હજાર 406
- કુલ એક્ટિવ કેસ - 32 લાખ 68 હજાર 710
- કુલ મોત - 2 લાખ 11 હજાર 853
દેશમાં સોમવારથી 18 દિવસનું લાદવામાં આવશે સંપૂર્ણ લોકડાઉન ? જાણો મોદી સરકારે શું કરી સ્પષ્ટતા
ભરૂચ કોવિડ હોસ્પિટલ દુર્ઘટનાની જુઓ દર્દનાક તસવીરો
કોરોનાનો અજગરી ભરડો, દેશમાં પ્રથમ વખત નોંધાયા 4 લાખથી વધુ કેસ